(Rizwan Ambaliya)
ફિલ્મનું ગીત ‘ઘોર અંધારી રે…’ જેનું નવું વર્ઝન અને ડાન્સિંગ સ્ટેપ સાથે માર્કેટિંગ માટે જોરદાર તૈયાર કરવામાં આવ્યું છે.
Gujarati Film Review Jayesh Vora
શુક્રવારના રોજ એક જોરદાર ફિલ્મ રજૂ થઈ જેનું નામ છે “શુભ ચિંતક” (SHUBHCHINTAK). પાર્થિવ ગોહિલ અને માનસી પારેખના નામે એક નવી હિટ ફિલ્મનો ઉમેરો થયો. વધુ એક હીટ ફિલ્મની કલગી લાગી, જોરદાર નવા સબ્જેક્ટ સાથે એમણે આ ફિલ્મની રજૂઆત કરી. તમે નીચે પ્રીમિયરની હાઈલાઈટમાં જોઈ શકો છો કે, પાંચેય થિયેટર હાઉસફૂલ હતા અને બહાર નીકળતા આમંત્રિત મહેમાનોનો ઉત્સાહ જ તમને બતાવશે કે, ફિલ્મ કેવી બની હશે.
આવો જાણીએ થોડું ફિલ્મ વિશે…
રાજકારણની વ્યવસ્થા અને નબળી ગુણવત્તાના કારણે પૂલ પડી જાય છે, અને તેના મૂળભૂત કારણ બતાવવાને બદલે સામાન્ય વ્યક્તિને ચોર બતાવી પુલ પડવાના કારણો દબાવવામાં આવે છે. પોલીસ અને હાઇકોર્ટ સમક્ષ રજૂઆત થાય છે અને નિર્દોષ માણસને સજા થાય છે. ત્યારબાદ બદલો લેવા માટે માનસી પારેખ પોતાની એક વ્યૂહ રચના બનાવે છે અને પછી એના અલગ અલગ ટાઈમે શુભચિંતક કોણ છે એ સ્ટોરી જબરજસ્ત રીતે વર્ણવવામાં સફળ ફિલ્મ છે.. અસલી શુભચિંતકની ખોજ.. ફિલ્મ વિશે વધારે લખવાની જરૂર નથી. તમે કોઈપણ એન્ગલથી ફિલ્મમાં નારાજ નહીં થાવ એની ગેરંટી સાથેની બોલીવુડ ટચ ફિલ્મ છે.
ફિલ્મના મુખ્ય કલાકાર સ્વપ્નિલ જોશી, શુભચિંતક ગુજરાતી ફિલ્મથી તેમનું આગમન છે. અગાઉ ઘણી બધી ફિલ્મોમાં અને સીરીયલોમાં અને મરાઠી ફિલ્મોનો અનુભવ છે. એટલે પોતાના પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે. સફળતાપૂર્વક ગુજરાતી ફિલ્મોમાં મોટા કલાકારોની જેમ છવાઈ ચૂક્યા છે. તમે એના વિશ્વાસમાં વિશ્વાસ મૂકજો. આવો એક ટેગ લાઈન ડાયલોગ ફિલ્મમાં વારંવાર સાંભળવા મળશે… એક અગત્યની વાત સ્વપ્નિલ જોશી કૃષ્ણના પાત્ર જેટલો નિર્દોષ તમને નહીં દેખાય તેની ગેરંટી…
મુખ્ય કલાકાર બીજા માનસી પારેખ અહીંયા તેમને પોતાની ઊંડાઈ બતાવવાની તક કચ્છ એક્સપ્રેસ બાદ શુભચિંતકમાં જોવા મળશે. એક પરફેક્ટ કલાકાર તરીકે દરેક વખતે નવા રોલમાં તેમના સફળ પ્રયોગ હોય જ છે. પબ્લિકને શું ગમશે તેની નસ બરાબર જાણી ચૂકેલ છે. ઝમકુડી હીટ બાદ લોકોની જે અપેક્ષા હોય છે એમાં બરાબર ઉતરતી ફિલ્મ છે. અગાઉ ઘણા બધા એવોર્ડથી સન્માનિત એમના અભિનય વિશે વધુ લખવાનું હોય નહીં. તેમની દરેક કાર્યક્ષમતા બતાવવાની પૂરતી તક મળી છે.
કલાકાર તૂષારીકા રાજગુરુ અહીંયા તેમને ઘણો લાંબો રોલ મળ્યો છે. બહુ જ નાટકમાં ઘણું બધું કામ કર્યું છે. અહીંયા એમને તેમની અભિનય કલા બતાવવાની તક મળી છે. જેઓએ સુપરહીટ નાટક નોટગિલટી જોયું હશે. એમના અભિનયની ટક્કર સિદ્ધિ મેહુલ બુચ સાથે છે.. અહીંયા ફિલ્મમાં એમને ઘણું બધું કરવાનો મોકો મળ્યો છે અને મજા આવી ગઈ.
દીપ વૈદ આ એક એવા કલાકાર છે તમે એને ગમે તે રોલ આપો નાનો કે, મોટો એ સામેના વ્યક્તિને અને ફિલ્મને પોતાની બનાવવાનું કામ જબરજસ્ત છે. ખાલી ખોટું બિચારાને ખોટો તોતડો બનાવી દીધો. કદાચ એમની ભૂમિકા હકલાતી ના હોત. તો વધારે છવાઈ ગયા હોત એમાં બે મત નથી.. (મારો ઓપીનિયન) એક ઇન્ટરવ્યૂમાં મેં એમને પૂછેલું કે, ફિલ્મના હીરોની સામે પણ તમે ફિલ્મ તમારી બનાવી લો છો. ત્યારે એમણે જણાવેલું “જયેશભાઈ આવું જાહેરમાં ન પૂછો, મને ફિલ્મ નહીં મળે. મજાકમાં..”
મેહુલ બુચ હંમેશા મજબૂત કલાકાર એક્ટિંગ સાથે અવાજ કાબીલે તારીફ અભીનય છે. હંમેશા દરેક પાત્રને એક પોતાનો ટચ આપે. નાટક થિયેટરનો અનુભવ. ફિલ્મને આગળ લઈ જવામાં ચાર ચાંદ લગાડી આપે છે. મને ખુદ તેમનો અભિનય બહુ જ ગમે છે. માધવ જેવી ફિલ્મ પણ એમના રોલને લીધે મેં બે વાર જોઈ અને ઓટીટી પર ત્રીજી વાર..
ઇશા કંસારા ગ્લેમર સાથે અભિનય બંને કરવાની તક અહીંયા મળી જાય. હવે પછી ક્યારેક એમને મુખ્ય ભૂમિકામાં જોઈએ તેવી ઈચ્છા.. પરફેક્ટ રોલ…
હિતુભાઈ કનોડીયા, મોરલી બેન પટેલ, વીરાફ પટેલ, નિસર્ગ ત્રિવેદી, મનીષા નારકર આ દરેક વ્યક્તિ પોતાના પાત્રને આબેહૂબ નિભાવે અને ફિલ્મના બેસ્ટ ફિલ્મના રૂપાંતર કરવામાં દરેકનો યથાવત ફાળો છે.. બધા થિયેટરના મજબૂત કલાકારો છે.
ફિલ્મનું મ્યુઝિક ફિલ્મ મુજબ પરફેક્ટ છે.
ફિલ્મનું ગીત. ઘોર અંધારી રે… જેનું નવું વર્ઝન અને ડાન્સિંગ સ્ટેપ સાથે માર્કેટિંગ માટે જોરદાર તૈયાર કરવામાં આવ્યું છે. જે લોકજીભે વણાઈ ચૂક્યું છે. દરેક કોલેજીયનના મોઢે ગવાય છે. જો તે સોંગ ક્લાઈમેક્સ ફિલ્મ પૂરી થયા બાદ રજૂ કરવાની બદલે વચ્ચે ક્યાંક સેટ થઈ શક્યું હોત. જોકે સ્ટોરીમાં જગ્યા પણ હતી. તો વધારે મજા આવે.. બાકી પ્રેક્ષકોનો મુડ જ તમને ફિલ્મ વિશે જણાવી દે છે.. જેને શબ્દોની જરૂર જ નથી…
ફિલ્મના પ્રોડ્યુસર તરીકે પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ, અને કો પ્રોડ્યુસર તરીકે ધવલ ઠક્કર અને જીગ્નેશ ગાંધી રહ્યા હતા. ફિલ્મમાં ખૂબ સરસ રીતે ડિરેક્ટર તરીકે નિસર્ગ વૈદ્ય એ જવાબદારી નિભાવી હતી. ફિલ્મના પ્રીમિયરના ઈવેન્ટની જવાબદારી ધ્રુવતસ મીડિયાના ધ્રુમિલ શાહ તથા તેમની ટીમે નિભાવી હતી.