Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

પ્રભાસની ફિલ્મમાં સૈફ અને કરીના વિલન બનશે

મુંબઈ,તા.૨૬

બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, સૈફ-કરીના ‘સ્પિરિટ’માં વિલનની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે.

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનને ફરી એક ફિલ્મમાં જાેવા માટે ચાહકો વર્ષોથી રાહ જાેઈ રહ્યા હતા. હવે તેમની રાહનો અંત આવવાનો છે. નાના નવાબ અને તેની પત્ની ૯૦૦ કરોડ રૂપિયાની ફિલ્મ બનાવનાર નિર્દેશક સંદીપ રેડ્ડી વંદાની આગામી ફિલ્મમાં સાથે જાેવા મળશે. આ ફિલ્મના લીડ એક્ટર બીજું કોઈ નહીં પણ પેન ઈન્ડિયા સુપરસ્ટાર પ્રભાસ છે અને ફિલ્મનું નામ ‘સ્પિરિટ’ છે.

આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે, જ્યારથી સૈફ-કરીનાનું નામ જાેડાયું છે ત્યારથી ફેન્સનો ઉત્સાહ જાેવા જેવો છે. સંદીપ વાંગા અને પ્રભાસ પણ પહેલીવાર ‘સ્પિરિટ’માં સાથે કામ કરવા જઈ રહ્યા છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે, સૈફ-કરિના પ્રભાસની બિગ બજેટ ફિલ્મનો ભાગ બનશે. હવે બંનેના રોલ વિશે પણ માહિતી સામે આવી છે.

બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, સૈફ-કરીના ‘સ્પિરિટ’માં વિલનની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે. એટલે કે, આ કપલ વિલનની ભૂમિકામાં જાેવા મળશે. હિન્દી સિનેમામાં હજુ સુધી આવું પરાક્રમ જાેવા મળ્યું નથી, જ્યારે વાસ્તવિક જીવનમાં પતિ-પત્ની ફિલ્મમાં વિલનની ભૂમિકામાં સાથે જાેવા મળશે. આ સિદ્ધિ સૈફ અલી ખાન અને કરીના કપૂરને મળવા જઈ રહી છે. બંનેને એક જ ફિલ્મમાં વિલન તરીકે જાેવાનું ફેન્સ માટે ખૂબ જ રસપ્રદ રહેશે.

એવું નથી કે, સૈફ અને કરીના પહેલીવાર કોઈ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. આ પહેલા આ જાેડી ‘LOC કારગિલ’, ‘ઓમકારા’, ‘ટશન’, ‘કુર્બાન’ અને ‘એજન્ટ વિનોદ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરતી જાેવા મળી છે. આ બંને ‘LOC કારગિલ’ અને ‘ઓમકારા’માં કપલ તરીકે જાેવા મળ્યા ન હતા. પ્રભાસની ‘સ્પિરિટ’ સૈફ અને કરીના બંને માટે ખૂબ જ લકી સાબિત થઈ શકે છે.

પ્રભાસ સાઉથ સિનેમાનો ટોપ એક્ટર છે. નિર્માતાઓ તેમના પર રૂ. ૫૦૦ કરોડનું રોકાણ કરતા પહેલા બે વાર વિચારતા પણ નથી. પ્રભાસની છેલ્લી બે ફિલ્મોએ ૯૦૦-૧૦૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. સંદીપ વાંગાની ‘એનિમલ’એ પણ ૯૦૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. આવી સ્થિતિમાં જાે ‘સ્પિરિટ’ પણ બ્લોકબસ્ટર બને છે તો સૈફ-કરીનાને પણ ૯૦૦-૧૦૦૦ કરોડ રૂપિયાની ફિલ્મ મળી શકે છે.

 

(જી.એન.એસ)