Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અસામાજિક તત્વોના આતંક સામે પોલીસનું “ઓપરેશન 40 કલાક”

અમિત પંડ્યા (વસ્ત્રાલ, અમદાવાદ)

આ ઓપરેશન તારીખ 15/03/2025ના બપોરના 2 વાગ્યા સુધીમાં આમ જનતામાં આવા આતંક મચાવનારા અસામાજિક તત્ત્વોનો ખોફ દૂર કરવા માટે આ સંયુક્ત ઓપરેશન સફળ રહ્યો હતો.

વસ્ત્રાલ વિસ્તારમાં દહેશત ફેલાવતા આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી રામોલ પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી હવે આરોપીઓને તેમના ઘર પાસે લઈ જઈ કાયદાનું ભાન કરાવ્યું

અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ મહાદેવ ઇમ્પિરલ અને શાશ્વત મહાદેવ 2ની વચ્ચે તારીખ 13/03/2025ના દિવસે હોળીનો તહેવાર હતો તે દિવસે લગભગ રાત્રિના 10.20 કલાકે 16 જેટલા અસામાજિક તત્ત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો. જેમાં પંકજ ભાવસારની ગેંગના લબરમુછીયા છોકરા હતા જેઓ ખુલ્લી તલવારો છરા અને દંડાઓ સાથે સંગ્રામ સિંગની સાથે જૂની અદાવતના કારણે તે ઘટના સ્થળે હાજર છે તેવી જાણકારીના આધારે આવી પહોચ્યા હતા. પરંતુ સંગ્રામસિંહ ત્યાં હાજર ન હોવાથી આ અસામાજિક તત્ત્વો દ્વારા અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને જતા આવતા લોકોને નિશાને લીધા હતા. એક પરિવાર પારિવારિક પ્રસંગથી પોતાની ક્રેટા ગાડીમાં પરત ફરી રહ્યાં હતા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને લગભગ 10થી 12 જેટલા દ્વિચક્રીય વાહનો, એક રીક્ષા અને એક અન્ય ગાડીમાં તોડફોડ કરી હતી જેના કારણે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો જેની જાણ રામોલ પોલીસને થતા તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી.

આ અસામાજિક તત્ત્વોના આતંકનો વિડિઓ ખૂબ ઝડપથી વાયરલ થઈ ગયો હોવાથી ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને આ સમગ્ર ઘટનાની ગંભીરતા જોઈ તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. આ સમય દરમ્યાન રામોલ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એસ.બી ચૌધરી સાહેબ સેકન્ડ પોલીસ ઇસ્પેક્ટર જે.બી સાવલિયા સાહેબ અને સર્વેલેન્સ સ્કોડના પી.એસ.આઈ પી. જે પટેલ સાહેબ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. થોડાક જ સમયમાં ઝોન 5ના ડીસીપી બળદેવભાઈ દેસાઈ અને એ.સી.પી કૃણાલ દેસાઈ આવી પહોંચ્યા હતા અને પરિસ્થિતિના તાગ મેળવી આગળની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી.

આ સમગ્ર ઘટનાક્રમની જાણ ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી હતી જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક આવી પહોંચી હતી. ત્યાર બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ડી.સી.પી અજિત રાજયન આવી પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી. આ સમય દરમ્યાન સેક્ટર 2ના જે.સી.પી જયપાલસિંહ રાઠોડ સાહેબ આવી પહોંચ્યા હતા ને રાત્રીના 10.45 કલાકથી આ ‘ઓપરેશન 40 કલાક’ની શરૂઆત કરવામાં આવી હતી.

આ સમગ્ર ઓપરેશન સેક્ટર 2ના જેસીપી જયપાલસિંગ રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ ઓપરેશનની આગેવાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડી.સી.પી અજિત રાજયન સાહેબ અને રામોલ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એસ.બી ચૌધરી સાહેબએ લીધી હતી અને અલગ અલગ ટીમ બનાવી આતંક મચાવનારા અસામાજિક તત્ત્વોને પકડવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને રામોલ પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી હતી.

 

ઓપરેશનની શરૂઆતના 20 મિનિટની અંદર એટલે કે, લગભગ 11.10 મિનિટની આસપાસ પ્રથમ સગીરવયના આરોપીને પકડી પાડી પોલીસને સફળતા મળી હતી.  પ્રથમ ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ ગણતરીના કલાકોમાં એટલે કે, લગભગ ત્રણ કલાકની અંદર એટલે કે, રાત્રિના 2.00 વાગ્યા સુધીમાં 13 આરોપીઓને ઝડપી પાડવામાંમાં સફળતા મળી હતી. એટલે કે, લગભગ ત્રણ કલાકમાં મોટા ભાગના આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
આ પૈકીના 5 જેટલા આરોપીઓને ઘટના સ્થળે લઈને પોલીસ પહોંચી હતી. ઘટના સ્થળે તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું. એટલે આવા લૂખ્ખા તત્વોનો ખોફ લોકોમાં ઓછો થાય તેવી કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ પાછા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આ તમામ આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી અને બીજા હજું કેટલા સાથીદારો હતા તેની તપાસ કરવામાં આવી અને તેમને પકડવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના પર રાજ્ય સરકારની અને ગૃહ મંત્રાલયની નજર હતી અને સરકાર દ્વારા આ આરોપીઓને “કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો” સૂત્રનું સારી રીતે ભાન થાય તેવી કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી.

આ સમગ્ર ઘટનાની જાણ મીડિયામાં થતાની સાથે જ તમામ મીડિયા સ્થળ પર પહોંચી ગયા હતા અને તેનું સતત લાઇવ પ્રસારણ શરૂ કરવામાં આવ્યું અને પોલીસ દ્વારા કરવામાં આવેલ સરાહનીય કાર્યને બિરદાવામાં આવ્યું હતું. પછી બપોરના 12 કલાકની આસપાસ તમામ મીડિયાની હાજરીમાં આરોપીઓ  રજૂ કરી તેમને ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યાં અને ત્યાં પૂરી ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. તે સમયે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી ને “ગુજરાત પોલીસ જિંદાબાદ” “રામોલ પોલીસ જિંદાબાદ”ના નારા લગાવતા જોવા મળ્યા હતા જેના કારણે મીડિયા જગત કર્મચારીઓ પોતાના લાઇવ પ્રસારણમાં લોકો સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. જેના લોકો પોલીસની કામગીરીને બિરદાવતા જોવા મળ્યા હતા. ત્યારબાદ તમામ આરોપીઓને પોલીસ સ્ટેશન પરત લાવી મેટ્રો કોર્ટમાં રજૂ કરવા અને આ આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવે તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લગભગ 4 વાગ્યાના સુમારે રામોલ પોલીસ દ્વારા તમામ આરોપીઓને મેટ્રો કોર્ટમાં જજ સાહેબ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યાં પોલીસની ધારદાર રજૂઆતના કારણે મેટ્રો કોર્ટ દ્વારા તમામ આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

આ બાજુ રાજ્ય સરકાર પણ આ સમગ્ર ઘટના પર નજર રાખી રહી હતી જેથી કરી તમામ આરોપીઓના મકાન કાયદેસર છે કે, નથી તેની તપાસ કરવા સૂચના આપવામાં આવી તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાણવા મળ્યું કે, 6 જેટલા આરોપીઓના મકાન ગેરકાયદેસર રીતે બન્યા હતા. તેમને તોડી પાડવાની સૂચના આપવામાં આવી અને મોટા પ્રમાણમાં પોલીસ સુરક્ષા સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ આ આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા પહોંચીને આ ગેરકાયદેસરના બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા.

આ સમયે સમગ્ર મામલામાં પ્રશાસનનો બહુ મોટો નિર્ણય સામે આવ્યો જે કદાચ ભારતના ઇતિહાસમાં પ્રથમ હતો. જેમાં જે આરોપીનું મકાન હતું તે આરોપીને તેમના મકાન સામે લાવી તેમનો ખોફ લોકોમાંથી દૂર થાય તેવી રીતે તેમના ઘરની સામે સમગ્ર મીડિયાની સમક્ષ તેમની સારી આવે સરભરા કરવામાં આવી પોલીસની આ સરભરાની કાર્યવાહીને પણ લોકો દ્વારા ખુબ જ બિરદાવવામાં આવી રહી હતી અને “પોલીસ જિંદાબાદ”ના નારા ગુંજી ઉઠ્યા હતા.

આ સમગ્ર ઘટના પર રાજ્ય સરકાર અને ગૃહ મંત્રાલય નજર રાખી રહ્યા હતા અને આપના રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કડક કાર્યવાહી અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી અને આ સૂચનાને સપૂર્ણ રીતે ન્યાય આપવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને રામોલ પોલીસ કોઈ પણ પ્રકારની કચાસ ન રાખી આ સમગ્ર ‘ઓપરેશનની 40 કલાક’માં એટલે કે, તારીખ 13/03/2025ને રાત્રીના 10.20 કલાકે બનેલ ઘટનાને રાત્રે 11.00 વાગ્યાથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને રામોલ પોલીસ દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું જેનું નામ ‘ઓપરેશન 40 કલાક’ આપેલ અને તેને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને રામોલ પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરી 40 કલાકમાં એટલે કે, તારીખ 13/03/2025ને રાત્રે 11.00 કલાકથી શરૂ થયેલ આ ઓપરેશન તારીખ 15/03/2025 ના બપોરના 2 વાગ્યા સુધીમાં આમ જનતામાં આવા આતંક મચાવનારા અસામાજિક તત્ત્વોનો ખોફ દૂર કરવા માટે આ સંયુક્ત ઓપરેશન સફળ રહ્યો હતો.

આ સમગ્ર ઘટનાની પળે પળની જાણકારીને લોકો સમક્ષ રજૂ કરવામાં તમામ મીડિયા દરેક સમયે પોલીસની સાથે રહી તેમની આ કામગીરીને બિરદાવતા જોવા મળ્યા હતા અને આ અંગે લોકોની પ્રતિક્રિયા લઈ રહ્યા હતા. જેમાં લોકો ગુજરાત સરકાર અને પોલીસની કામગીરીને બિરદાવતા ‘પોલીસ જિંદાબાદ’ના નારા લગાવી પોલીસની કાર્યવાહીની સરાહના કરતા જોવા મળ્યા હતા. આમ આ સમગ્ર ઘટનાને 40 કલાકમાં પૂર્ણ કરી પોલીસ દ્વારા પોતાની કાબેલિયતને પૂરવાર કરી હતી

સલામ છે ગુજરાત પોલીસને કે, આવા અસમાજિક તત્વોને કાયદાનું ભાન જાહેરમાં કરાવી બીજા કોઈ આવા અસમાજિક તત્વો જાહેરમાં આવા કૃત્યો ન કરે તેવી દાખલારૂપ કાર્યવાહી કરી તે બદલ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને રામોલ પોલીસ અને ગુજરાત સરકારનો ખૂબખૂબ આભાર 🙏🙏🙏

અમિત પંડ્યા વસ્ત્રાલ અમદાવાદ