Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

ફાની દુનિયાને અલવિદા કહી ઈરફાન શેખ શુપુર્દે-ખાક થયા

ઈરફાન શેખ (ઓફિસર)નું લાંબી બીમારી બાદ ૪ ફેબ્રુઆરી ૨૦૨૪ સોમવારના રોજ ગુજરાતની હેરીટેજ સીટી અમદાવાદમાં નિધન થયું.

અમદાવાદ,તા.૧૨ 

“આગાહ અપની મૌત સે કોઇ બશર નહી,

                                   સામાન સૌ બરસ કા હે પલ કી ખબર નહીં.”

આ પંકતિમાં કવિ કહેવા માંગે છે કે, કોઈ પણ વ્યકતિને કયારે મોત આવશે તેની કોઈને ખબર નથી હોતી. મોત અંગે વાત એટલે કરવી પડે છે કે, અમદાવાદ શહેરના “સફીર” ન્યુઝ પેપરમાં છેલ્લા ૧૨ વર્ષથી નીઃસ્વાર્થ સેવા આપતા નીડર ફોટોગ્રાફર ઈરફાન શેખ (ઓફિસર)નું લાંબી બીમારી બાદ ૪ ફેબ્રુઆરી ૨૦૨૪ સોમવારના રોજ ગુજરાતની હેરીટેજ સીટી અમદાવાદમાં નિધન થયું છે. તેમને શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલ “મુસા સુહાગ” કબ્રસ્તાનમાં શુપુર્દે- ખાક કરવામાં આવ્યાં છે.

ઈરફાન (ઓફીસર) ભાઈ

ઈરફાન ભાઈનો જન્મ અમદાવાદના પથ્થરકુવા, પટવાશેરી વિસ્તારમાં થયો હતો. તેમના પિતા ટેક્ષી ડ્રાઈવર છે. જેઓ વર્ષોથી પ્રેસની ગાડી ચલાવે છે. ઈરફાન ભાઈને ભણવાનો શોખ હતો અને ઘરના હાલાત ખરાબ હોવાથી તેમની માતાએ તેમને દસમાં ધોરણ સુધી અભ્યાસ કરાવીને સ્કૂલમાંથી ઉઠાવી લીધા હતા. ઈરફાન ભાઈએ અમદાવાદની ન્યુ સર્વોદય હાઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.

ઈરફાન ભાઈ લાંબા સમયથી બીમાર હતા અને સારવાર હેઠળ હતા. તેમને એક વર્ષ પહેલા હાઈ બ્લડ પ્રેસર થઇ જવાના હિસાબે બ્રેન સ્ટ્રોક આવેલો જેના હિસાબે તેમના અડધા શરીરે પેરાલીસીસ થઇ ગયો હતો. જે બાદ એક વર્ષ સુધી તેમણે જદ્દો-જહદ કરીને પોતાના પગે ઉભા થઇ ફરીથી પોતાનો કામકાજ શરૂ કરી દીધો હતો. પોતાના વ્હિલપાવરથી આવી ગંભીર બીમારી સામે ઝઝુમી રહેલા ઈરફાનભાઇને ૨ ફેબ્રુઆરીના રોજ ફરીથી સ્ટ્રોકનો હુમલો થતા તેમને ૧૦૮ મારફતે શહેરની SVP હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ડોકટરોના કહ્યા પ્રમાણે ગયા વખત કરતા આ વખતે તેમને પહેલા કરતા ત્રણ ગુણા વધારે તાકતથી સ્ટ્રોક આવ્યો હતો. જેમા ત્રણ દિવસ સુધી તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. દર વખતે નસીબ સાથ નથી આપતા તેમ કહી ડોકટરોએ આશ છોડી દીધી હતી અને સારવાર દરમ્યાન તા. ૪ -૨-૨૦૨૪ સોમવારે રાત્રે ૮ વાગ્યાની આસપાસ ડોકટરોએ ઇરફાનભાઇને મૃત જાહેર કર્યા હતા. તેમના મુર્ત્યુંના સમાચાર સાંભળીને મારા માનસપટ પર અનેક યાદો ઘેરી વળી હતી. તેમના સાથેના સંસ્મરણોનો ખજાનો કયારેય ખૂટે નહીં, કદાચ ઈશ્વરને આ જ મંજૂર હશે એટલે એક પ્રેમાળ પતિ, પિતા, ભાઈ અને દોસ્તને પોતાની પાસે બોલાવી લીધાં… અલવિદા દોસ્ત…!

ઈરફાન ભાઈના પરીવારમાં તેમના માતા, પિતા, એક ભાઇ, ત્રણ બહેનો, તેમના પત્ની, એક દિકરો અને બે દીકરીઓ છે. ઇરફાન ભાઇ હંમેશા લોકોની મદદ કરવા તત્પર રેહતા અને લોકોના પ્રશ્નોને હલ કરવા પ્રત્નશીલ રેહતા હતા.

ગુડલક હોટેલ

મને યાદ છે કે, જયારે કોરોનાના સમયે લોકો ઘરમાંથી બાહર નીકળતા ઘબરાતા હતા ત્યારે ઈરફાન ભાઈ લોકોની મદદ કરવા હોસ્પિટલ પહોંચી જતા હતા. લોકડાઉનના સમયે લોકોને ઘરની શાકભાજી, જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓ, દવા લાઈ આપવી વગેરે જેવા અનેક કામો કરીને લોકોની હંસતે ચેહરે સેવા કરતા હતા. ઇરફાનભાઇ હંમેશા અપટુડેટ રહેતા હતા. જ્યાં પણ જતા તે જગ્યા પર લોકોને પોતાની પર્સનાલીટીથી અને પોતાની પ્રેમભાવ વાણીથી પ્રભાવિત કરી દેતા હતા. તેઓ વેલ પર્સનાલીટી ધરાવતા એટલે લોકો એમને પ્રેમથી “ઓફિસર ભાઇ” કહેતા હતા.

 

ઇરફાન (ઓફીસર) સાથે ૩૫ વર્ષની મીત્રતામાં કોઇ દિવસ એવુ નથી બન્યુ કે, એ મારાથી નારાજ થયા હોય કે, હૂં તેમનાથી. સવારે ફોનની રીંગ વાગે એટલે સમજી જવાનું કે, ઇરફાન ભાઇનો કોલ છે. હંમેશા ચહેરા પર એક મુસ્કુરાહટ સાથે મુલાકાત કરતા હતા અને અમે બન્ને જણ ઓફીસ પર બેસીને ચાની ચુસકી લેતા કોઈકવાર મિર્જાપુર ખાતેની તેમની ફેવરીટ હોટલ ગૂડલકમાં બેસીને ચા પીતા હતા. હરવા ફરવાના શોખીન એવા ઇરફાનભાઇ કોઇ દીવસ એક જગ્યા પર પગ વાળીને બેસતા પણ ન હતા. અજમેર ખાતે આવેલ દરગાહ “ખ્વાઝા ગરીબ નવાઝ (રેહમતુલ્લાહ)”ના દિવાના હતા. દિવાળી વેકેશન હોય કે, કોઈપણ રજા હોય બસ તેમના મોઢે એક જ વાત હોય ચાલો “ગરીબ નવાજ” જઈએ…!

ઉંમરમાં મારાથી ત્રણેક વરસ નાના પણ સદા શૈશવનું વરદાન પામેલો. પોતાની તકલીફો અને માથે આવી પડેલી આફતને હસતાં હસતાં બયાં કરે એવો માણસ જાેયો નથી..! બસ એ હસતો હતો એ આશ્વાસન હતું. છેલ્લા વરસથી સ્થિતિ વણસી રહી હતી. દવાઓ અસર ગુમાવી રહી હતી. ગમે તે સાથે ભીડાઈ જનારો ભડ મનથી યોધ્ધો હતો પણ શરીર હારી રહ્યું હતું. સ્ટ્રોકના હિસાબે બોલવામાં જે તકલીફ આવેલી એ ખરેખર આ માણસને પોસાય એમ ન હતું કારણ કે, પોતાના બોલવચનથી કોઈને પણ પ્રભાવિત કરવા વાળા માણસની બોલવાની શક્તિ જતી રહે તો સ્વાભાવિક છે કે, એમના મન પર શુ વીતતી હશે..?

ઇરફાન ભાઇ શેખ (ઓફીસર)ના નિધનથી અમદાવાદ જિલ્લાના પત્રકારત્વ જગતમાં તેમની ખોટ હંમેશા રહેશે. એ અલવિદા કહી ચાલી નીકળ્યો. વેદનાનાં પોટલાં માથેથી ઉતર્યાં હશે કેટલાં વર્ષે…!

આવા નિડર, બાહોશ, લોકસેવક, લોકોના હમદર્દ અને દેશભક્ત ઈરફાનભાઇ શેખને ભાવપૂર્વક શ્રધ્ધાંજલિ અર્પણ કરું છું. તથાગત અલ્લાહ ત્આલા પાસે દુવા કરું છું કે, એમની રૂહને શાંતિ આપે અને એમને જન્નતુલ ફિરદોશમાં આલા મુકામ આપે…! (આમીન)

ખાસ મિત્રો સાથે મર્હુમ ઈરફાન ભાઈ (ઓફીસર) : ડાબેથી આસીફ શેખ, મર્હુમ સમીર શેખ, જાવેદ શેખ, હાજી રાજા અને સમીર કુરેશી..   

સફીર ન્યુઝ પેપરના ફોટોગ્રાફર અને મારા પરમ મિત્ર ઇરફાન શેખ (ઓફીસર) માટે “નામ” ફિલ્મનું ક્લાયમેક્ષ સોંગ જેના બે શબ્દો અર્પણ કરું છું….!

“છોળ જાયેગા યહાં તુ કઈ કહાનિયા…(2)

                       ઉમ્ર ભર રુલાએગી યે તેરી નિશાનિયા…(2)

તુ લૌટ કે ના આયેગા તો મેં ક્યા કરૂંગા….(2)

                        તુ મુજકો ભૂલ જાયેગા તો મે ક્યા કરૂંગા”