Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : “પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા સેવાકીય કામ કરતા સમાજ સેવકોનું સન્માન કરવામાં આવ્યું

અતિથી વિશેષ તરીકે દરિયાપુર વિધાનસભા ૫૧ના ધારાસભ્ય કૌશીકભાઈ જૈનએ ખાસ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું અને પોતાના હસ્તે ડોક્ટર, એડવોકેટ, સામાજિક કાર્યકરો અને મીડિયા કર્મીઓને સન્માન પત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કર્યાં હતા.

અમદાવાદ,તા.૦૩ 

શહેરના પટવાશેરી પથ્થરકુવા ખાતે “પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે દરિયાપુર વિધાનસભા ૫૧ના ધારાસભ્ય કૌશીકભાઈ જૈન, મુખ્ય મહેમાનમાં  કારંજ પોલીસ સ્ટેશનના P.I પી.ટી. ચૌધરી, સન્માનિત મહાનુભાવો તરીકે AMC કાઉન્સીલર શેખ સમીરા માર્ટીન, રિપબ્લિક હાઈ સ્કૂલના પ્રિન્સીપાલ રફીકભાઈ કોઠારીયા અને પૂર્વ અધ્યક્ષ વકફ ટ્રીબ્યુનલ નિવૃત પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક એ. આઈ. શેખ ખાસ હાજર રહ્યા હતા.

“પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ”ના પ્રમુખ નઈમ શેખ જણાવે છે કે, આ કાર્યક્રમ રાખવાનો મુખ્ય હેતુ એ હતું કે, જે લોકો ખરા અર્થમાં સમાજ સેવાકીય કામ કરે છે તેમને જાહેર મંચ પર બોલાવીને તેઓનું સન્માન કરવું જોઈએ. આ સમાજ સેવકોમાં અમે ડોક્ટર, એડવોકેટ, સામાજિક કાર્યકરો, જીવદયા પ્રેમીઓ અને મીડિયા કર્મીઓને મહાનુભાવોના હસ્તે સન્માન પત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કર્યાં હતા.

આ કાર્યક્રમમાં અતિથી વિશેષ, મુખ્ય મહેમાન અને સન્માનિત મહાનુભાવોનું તથા મુસ્લિમ અગ્રણીઓમાં ઉપસ્થિત સઈદ ભાઈ શેખ, યુસુફ ખાન પઠાણ, હુસૈન ખાન પઠાણ, બબન ભાઈ શેખ, જફરભાઈ બચ્ચન, અનવર ખાન પઠાણ અને જહાંગીર ભાઈ શેખનું “પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ”ના પ્રમુખ નઈમ શેખે શાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સ્વાગત કર્યું હતું.

અતિથી વિશેષ ધારાસભ્ય કૌશીકભાઈ જૈનએ પોતાની વાત મુકતા જણાવ્યું હતું કે, કોરોનાના સમયમાં જેમણે ખરેખર સમાજની વિશેષ પ્રકારની સેવા કરી છે તેવા કોરોના વોરિયર અને ઉત્તરાયણના સમયમાં જે અબોલ પક્ષીઓ ઘાયલ થાય છે તેમનું જે જીવ બચાવે છે તેવા જીવદયા સાથીઓ ખરા અર્થમાં સન્માનને  પાત્ર છે. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે, મને ખુશી છે કે, આજે તમારી વચ્ચે આવવાનો મોકો મળ્યો અને હૂં દિલથી બધા જ સમાજ સેવકો અને જેમણે આ પ્રોગ્રામ રાખ્યું તે “પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ”નુ આભાર માનું છું.

ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમની તારીખ નક્કી ન હતી પણ કોનો-કોનો સન્માન કરવો છે તે નક્કી હતું, જેમાં એક નામ હતું “સફીર” ન્યુઝ પેપરના ફોટોગ્રાફર મર્હુમ ઈરફાન ભાઈ શેખ (ઓફીસર) કે, જેઓનું તાજેતરમાં જ અવસાન થયું છે. ત્યારે  “પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ”ના પ્રમુખે  ઈરફાનભાઈના પિતા અને તેમની લાડલી દીકરી જે હાલમાં ૧૦ વર્ષની છે તેમને સ્ટેજ પર બોલાવી આ સન્માન પત્ર આપ્યું હતું. આ સન્માન પત્ર લેતા સમયે ઈરફાનભાઈના પિતા રડી પડ્યા હતા, આ મંજર જોતા ઘણા લોકોની આંખો આંસુઓથી છલકાઈ ગઈ હતી..!