અમદાવાદ : “પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના તેજસ્વી તારલાઓનો સન્માન કરવામાં આવ્યો
આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે કારંજ પોલીસ સ્ટેશનના P.I પી.ટી. ચૌધરીએ ખાસ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું અને પોતાના હસ્તે ધોરણ ૧૦ અને ૧૨ના તેજસ્વી તારલાઓનો સન્માન કરી કૌમી એકતા મેહકાવી હતી.
અમદાવાદ,તા.૦૯
શહેરના પટવાશેરી પથ્થરકુવા ખાતે રવિવારના રોજ “પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના ૪૦૦થી વધુ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૯૦ ટકાથી વધુ ગુણ લાવનાર તેજસ્વી તારલાઓને તેમના માતા-પિતા સાથે સર્ટીફીકેટ, ચોપડા, વોટર બેગ તથા બોલપેન આપીને સ્ટેજ પર બોલાવી નવાજવામાં આવ્યા હતા. ૬૦ ટકાથી વધુ ગુણ લાવનાર વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ અને ચોપડાનો સેટ આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે કારંજ પોલીસ સ્ટેશનના P.I પી.ટી. ચૌધરીએ હાજરી આપીને પોતાના હસ્તે વિદ્યાર્થીઓનો સન્માન કર્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનોમાં હાફીઝ ફઝલુ રેહમાન (ઈમામ અરબ મસ્જીદ), હાફીઝ ઝીયાઉલ હક્ક (ઈમામ હજરત બિલાલ મસ્જીદ), ડૉ. સલમાન વાય. શેખ (સકસેસ એકેડમી), ડૉ. ઝાહેરા મોમીન, ડૉ. સોહેલ શેખ, ડૉ. અકરમ મશાવાલા, એડવોકેટ ઈમ્તિયાઝ ખાન, એડવોકેટ સમીર શેખ, સામાજિક કાર્યકર રુઝાન ખંભાતા, કારંજ પોલીસ સ્ટેશન શાંતિ સમિતિના સભ્યો અને સામાજિક કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી પોતાના હસ્તે વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ અને ચોપડાનો સેટ આપી સન્માન કર્યો હતો.
“પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં મીડિયા પાર્ટનર તરીકે, “સફીર” ન્યુઝ, “પોલીસ ફાઈલ”, “સંજરી એક્ષપ્રેસ”, “મારું મંતવ્ય” તથા “સત્યની ફાઈલ” ન્યુઝ પેપર જોડાયા હતા. સહાયક સંસ્થાઓમાં “અરબ મસ્જીદ ટ્રસ્ટ”, “હઝરત બિલાલ મસ્જીદ ટ્રસ્ટ” અને “હ્યુમાનીટી ફાઉન્ડેશન” પણ જોડાયા હતા.
કાર્યક્રમના અંતે “પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ”ના પ્રમુખ નઈમભાઈ શેખે આવનાર તમામ મેહમાનો અને વિદ્યાર્થીઓનો સ્વાગત કર્યો હતો અને આભાર વ્યક્ત કર્યો હતો.