Safeer News

Breaking News from Ahmedabad

દેશ દુનિયા

દુનિયાએ ઈઝરાયેલ પર દબાણ લાવવું જાેઈએ, નિર્દોષ લોકોની હત્યા ન થવી જાેઈએ : ઓમર અબ્દુલ્લા

વિશ્વ શક્તિઓએ ઈઝરાયેલ પર દબાણ કરવું જાેઈએ જેથી નિર્દોષોની હત્યા ન થાય.

નવી દિલ્હી,તા.૨૯
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ ઈઝરાયેલ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, વિશ્વના લોકોએ ઈઝરાયેલને રોકવું જાેઈએ. ભારત સરકારે તેના પર દબાણ કરવું જાેઈએ. છેલ્લા એક વર્ષથી સતત થઈ રહેલા હુમલાઓ તાત્કાલિક બંધ કરવા જાેઈએ. છેલ્લા એક વર્ષથી ઈઝરાયેલ તરફથી બોમ્બમારો ચાલી રહ્યો છે. ગાઝા હોય, લેબનોન હોય કે, બીજે ક્યાંય આને બંધ કરવામાં આવે તેવી માંગ વારંવાર કરવામાં આવી રહી છે.

વિશ્વ શક્તિઓએ ઈઝરાયેલ પર દબાણ કરવું જાેઈએ જેથી નિર્દોષોની હત્યા ન થાય. આ દરમિયાન ઓમર અબ્દુલ્લાએ મહેબૂબા મુફ્તીના નિવેદન પર કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. મુફ્તીના નિવેદન પર હું કંઈ કહીશ નહીં. વાસ્તવમાં મુફ્તીએ હિઝબુલ્લાના ચીફ હસન નસરૂલ્લાહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. નસરૂલ્લાહના નિધન પર શોક વ્યક્ત કરતા, કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી પીડીપીના વડાએ પણ તેમનો ચૂંટણી પ્રચાર રદ કર્યો હતો.

મુફ્તી ઉપરાંત નેશનલ કોન્ફરન્સના નેતા આગા સૈયદ રૂહુલ્લા મહેંદીએ પણ રફિયાબાદમાં યોજાનારી રેલીને રદ કરી હતી. તે જ સમયે, વર્તમાન વિધાનસભા ચૂંટણીને લઈને ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ સિવાય જમ્મુ-કાશ્મીરમાં બીજી કોઈ સરકાર બનશે નહીં. આજે ઘણા વર્ષો પછી જમ્મુમાં ફરી હુમલાના સમાચાર આવી રહ્યા છે. આ લોકોના કારણે ત્યાં સ્થિતિ ખરાબ થઈ રહી છે. ભાજપે આટલા વર્ષોમાં કંઈ કર્યું નથી.

હિઝબુલ્લા ચીફના નિધન પર શોક વ્યક્ત કરવા બદલ ભાજપે પીડીપી ચીફ મહેબૂબા મુફ્તી પર પ્રહારો કર્યા છે. બીજેપી નેતા કવિન્દર ગુપ્તાએ કહ્યું કે, નસરુલ્લાહના મૃત્યુ પર મુફ્તીને આટલું દુઃખ કેમ છે..? જ્યારે બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલો કરવામાં આવે છે અને તેમની હત્યા કરવામાં આવે છે, ત્યારે તે મૌન બની જાય છે અને એક આતંકવાદીના મોતનો શોક મનાવી રહી છે.

 

(જી.એન.એસ)