Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

સુરતમાં નિલેશ કુંભાણીના “લોકતંત્રનો હત્યારો”, “ગદ્દાર”, “WANTED” જેવા પોસ્ટરો લાગ્યા

કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આક્રોશ છે. કાૅંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી વિરોધ નોધાવ્યો હતો.

સુરત, તા. ૨૫
સુરત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય થતા, તેઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા હોય તેવી સ્થિતિ સુરતમાં સર્જાઇ છે. ચાર દિવસથી ગુમ થયેલા નિલેશ કુંભાણીના હવે સુરત શહેરમાં પોસ્ટર લાગ્યા છે.

આ પોસ્ટરમાં નિલેશ કુંભાણીને “વોન્ટેડ” જાહેર કરાયા છે. આટલું જ નહીં પોસ્ટરમાં “લોકતંત્રનો હત્યારો”, “ગદ્દાર” જેવા લખાણ લખાયા છે. સુરત લોકસભાના ૧૯ લાખ મતદારોના હક્કનો સોદો કરનારને ઓળખો તેવો પણ ઉલ્લેખ કરાયો છે. તો પોસ્ટરમાં જ્યાં પણ દેખાય તેને સવાલ કરીને સબક શીખવાડવા અપીલ કરવામાં આવી છે. રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું.

કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આક્રોશ છે. કાૅંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી વિરોધ નોધાવ્યો હતો. ‘જનતાનો ગદ્દાર’, ‘લોકશાહીનો હત્યારો’ જેવા લખાણો સાથેના બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. જાે કે, નિલેશ કુંભાણીના ઘરે તાળું જાેવા મળ્યું હતું. હાલમાં નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા હોવાની માહિતી મળી રહી છે.

 

(જી.એન.એસ)