Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

નવરાત્રી સમાચાર : પોલીસ ભાઈ-બહેનો સાથે અન્ય અધિકારીઓ તથા પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓ પણ ગરબે ઝૂમ્યા

(રીઝવાન આંબલીયા)

હાલમાં શક્તિપર્વ નવરાત્રી ચાલુ છે ત્યારે પૂરા દેશમાં ઉજવાતા આ તહેવારમાં સૌ કોઈ ‘માં’ના ગરબામાં ઝૂમી માતાજીની ભક્તિમાં લીન છે. ત્યારે પાવાગઢ મહાકાળી માતાના મંદિર ખાતે ૨૪ કલાક ખડેપગે સેવા આપતા પોલીસ જવાનો આજના કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા કલાકાર તૃષા રામીના સ્વરે આયોજીત કાર્યક્રમમાં મન મુકીને ગરબે ઘૂમ્યા અને માતાજીને પ્રાર્થના કરી હતી.

આ કાર્યકમમાં પોલીસ ભાઈઓ બહેનો સાથે અન્ય અધિકારીઓ અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓ પણ ગરબે જુમ્યા હતા.

ગુજરાત સરકાર દ્વારા આ કાર્યક્રમનું પાવાગઢ મહાકાળી મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.