(રીઝવાન આંબલિયા)
ગુજરાતી ફિલ્મ “મુક્તિ ઘર”નું પ્રીમિયર એબી મિનિમલ્ટિપ્લેક્સ થિયેટરમાં દરેક આર્ટિસ્ટની હાજરીમાં સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ,તા.૨૬
શહેરના એબી મિનિમલ્ટિપ્લેક્સ થિયેટરમાં દરેક આર્ટિસ્ટની હાજરીમાં એક મહત્વનો મેસેજ આપતી એવી “મુક્તિ ઘર” ગુજરાતી ફિલ્મનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઘણા સમય પહેલા V શાંતારામની અદભુત ફિલ્મ “દો આંખે બારા હાથ” કેદીઓને સુધારવા માટેના વિષય પર બનાવવામાં આવી હતી બ્લેક એન્ડ વાઈટ જે સુપરહિટ રહી હતી, ત્યારબાદ આવી જ એક ફિલ્મ નાના પાટેકરની આવી હતી જેનું નામ હતું “અંકુશ” એ પણ સુપરહિટ રહી હતી. તેવી જ રીતે ગુજરાતીમાં ઘણા સમય પછી કોઈએ પહેલ કરી છે, તો એ ફિલ્મ છે “મુક્તિ ઘર”…
આ ફીલ્મ નશામાં નશાખોર પોતે એની જિંદગી તો ખરાબ કરે જ છે, આની સાથે સાથે અનેક ફેમિલીઓની જિંદગી પણ ખરાબ થતી હોય છે, સમાજ પણ તેને દારૂડીયા તરીકે જુએ છે. તે વિષય પર એક રીયલ સ્ટોરી જેમાં ઘણા બધા રીયલ પાત્રો એને જીવંત બતાવવામાં ખૂબ સફળ રહ્યા છે, તો સ્ટોરીમાં નાની નાની વાર્તા દરેકની અલગ અલગ કહાની બહુ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે.
આવા પ્રયોગો રોજ રોજ થતા નથી હોતા, “આપણી ભાષા, આપણું ગૌરવ” આ એક ટેગ લાઈન છે, એની સાથે આપણી એક જવાબદારી પણ છે, આપણી માતૃભાષા માટે આપણે આ ફિલ્મ જોવી જોઈએ કેમ કે, તો જ આવા પ્રકારની ફિલ્મો બનશે, વિષય ગંભીર હોવા છતાં ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યો છે. ક્લાઇમેક્સ બહુ સુંદર આપ્યો છે રાગી જાની ચેતન દૈયા, આકાશ ઝાલા, હિતેશ ઠાકર, ઘણા બધા આર્ટિસ્ટ થિયેટર સાથે સંકળાયેલા હોવાથી ફિલ્મ માણવાની મજા ડબલ થઈ જાય છે, ફિલ્મનો અંત એક સુંદર મજાના ક્લાઇમેક્સ સાથે પૂરો થાય છે. એક સુપરહિટ કહી શકાય તેવો સબ્જેક્ટ છે અચૂક આપણી ભાષા માટે થિયેટરમાં જ જોવા જેવી ફિલ્મ છે.
Photography by : Jayesh Vora