આઘાતજનક ઘટના : બે બાળકી અને એક નવજાત શીશુને માતા-પિતા ગ્વાલિયર રેલવે સ્ટેશન પર તરછોડીને ચાલ્યા ગયા
મધ્ય પ્રદેશની એક આઘાતજનક ઘટના
ગ્વાલિયર,તા. ૧૩
મધ્યપ્રદેશના ગ્વાલિયર રેલવે સ્ટેશન પર એક ખુબ જ આઘાતજનક ઘટના બની હતી જેમાં ત્રણ માસુમ બાળકો લાવારીશ હાલતમાં મળી આવ્યા હતા. તેમના માતાપિતા ત્રણેયને રેલવે સ્ટેશન પર તરછોડીને ચાલ્યા ગયા હતા.
આ ઘટનામાં મળતી માહિતી મુજબ ગ્વાલિયર રેલવે સ્ટેસનના પ્લેટફોર્મ નંબર ૧ પરથી પોલીસને છથી સાત વર્ષની બે બાળકી તથા એક નવજાત શીશુ લાવારીશ હાલતમાં મળી આવ્યા હતા. નવજાત શીશુની હાલત ઠીક ન હોવાથી તેને સારવાર અર્થે કમલા રાજે હોસ્પિટલ સારવાર માટે મોકલવામાં આવ્યું હતું.
RPF સ્ટેશનથી મળેલી માહિતી મુજબ કેટલાક પ્રવાસીઓ અને રિક્ષાચાલકો દ્વારા તેમને બે બાળકીઓ અને એક નવજાત શીશુ અંગે માહિતી મળી હતી. બાળકીઓએ પોલીસને કહ્યું હતું કે, તે તેમના માતા-પિતા સાથે ધૌલપુરથી અહીં આવ્યા હતા. માતાપિતા ક્યાં ગયા તેની તેમને ખબર જ ન હતી.
બાળકીઓને બાલિકાગૃહમાં મોકલી આપવામાં આવી છે. જ્યારે નવજાત શીશુને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયું છે. આ અંગે પોલીસ બાળકોના માતા-પિતાની શોધ કરી રહી છે.
(જી.એન.એસ)