(રીઝવાન આંબલીયા)
‘મીરલ ફાઉન્ડેશન’ દ્વારા આયોજિત રેડીયન્સ આઇકોનિક એવોર્ડ્સ 2024 યોજાયું
અમદાવાદ,
‘રેડિયન્સ આઇકોનિક એવોર્ડ્સ 2024’ની ઉજવણી એક ભવ્ય અને ઐતિહાસિક ક્ષણ બની ગઈ હતી. અમદાવાદના ચુનંદા વર્ગને એક મંચ પર લાવીને, આ કાર્યક્રમમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓએ પોતાની હાજરીથી વાતાવરણને વધુ વિશેષ બનાવી દીધું હતું. કાર્યક્રમમાં અમદાવાદના એસીપી આર.જી. ભાવસાર, આંતરરાષ્ટ્રીય વાસ્તુ કન્સલ્ટન્ટ વિક્રમ વૈદ્ય, પ્રવિણ કુમાર, તન્વી પંડ્યા, મુંબઈના એનજીઓ ગુરુકુલ એક નવી દિશાના ડો. જીગ્ગાના દેસાઈ, ઈન્દોરથી સંતોષ ભાર્ગવ, દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતા અને સુરતના પ્રખ્યાત કોરિયોગ્રાફર ચિંતન વાશી, ગુજરાતી ફિલ્મ ‘મૌનમ’ના શ્રેષ્ઠ અભિનેતા ભાવિક ભોજક, સર્વબ્રહ્મણ મહાસભાના પ્રમુખ પ્રદીપ પાંડે, કોંગ્રેસ પક્ષના ડોલી દવે, વકીલ અને સામાજિક કાર્યકર અશ્વિન. ત્રિવેદી, વીટીવી ફેમ મહેન્દ્ર પંડ્યા જેવી મોટી હસ્તીઓ હાજર રહી હતી. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે બોલિવૂડ અભિનેત્રી કાઈનાત અરોરાએ ખાસ હાજરી આપી હતી.
‘ખટ્ટા મીઠા’ અને ‘ગ્રાન્ડ મસ્તી’ જેવી ફિલ્મો માટે જાણીતી કાઈનાતએ એવોર્ડ સમારંભમાં પોતાની જોરદાર હાજરીથી વાતાવરણને વધુ આકર્ષક બનાવ્યું હતું. તેમણે એવોર્ડ વિજેતાઓને સન્માનિત કરતી વખતે તેમને મિરલ ફાઉન્ડેશનની પહેલને બિરદાવી હતી.
આ સમારોહમાં, દેશભરમાંથી ઘણી પ્રતિષ્ઠિત વ્યક્તિઓને તેમના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે એસીપી આર.જી. ભાવસારે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને સમાજ માટે થઈ રહેલા સકારાત્મક કાર્યોની સરાહના કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય વ્યક્તિઓએ પણ આ અદ્ભુત કાર્યક્રમનું આયોજન કરવા બદલ મિરલ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં દરેક લોકોમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ હતું અને એવોર્ડ સમારોહ યાદગાર બની ગયો હતો. ‘મિરલ ફાઉન્ડેશન’ની આ પહેલથી માત્ર પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જ નહીં પરંતુ સમાજના દરેક ક્ષેત્રના લોકોને પણ પ્રેરણા મળી છે.
**જયેશ વોરા**