“ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દેવગઢ બારીયા” દ્વારા રક્તદાન શિબિર તથા મેડિકલ કેમ્પનું BAPSના સંતો દ્વારા દીપ પ્રાગટય કરી ઉદ્દઘાટન કરવામાં આવ્યું
(રીઝવાન આંબલીયા)
આંખોના કેમ્પમાં 127 દર્દીને તપાસવામાં આવ્યા હતા અને 69 જેટલા દર્દીઓને મફત ચશ્મા આપવામાં આવ્યા હતા.
અમદાવાદ,
“ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દેવગઢ બારીયા” દ્વારા કન્યાશાળા ખાતે રક્તદાન શિબિર, આંખોની તપાસ, ઓપરેશન કેમ્પ, ચામડીના રોગોનો કેમ્પ તથા સિકલ્સેલ સ્ક્રીનીંગ કેમ્પનું ઉદઘાટન બીએપીએસના સંતો દ્વારા દીપ પ્રાગટય કરી કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ સંસ્થાના પ્રેસિડેન્ટ અને સમાજસેવી ડો. આર. ઓ. શેઠ સાહેબના 80માં જન્મદિન નિમિતે યોજવામાં આવ્યો હતો. જેમાં વાય. એસ. આર્ટસ કોલેજ, પ્રેમ કુમારી કોલેજ તથા ફિલ્મ અભિનેત્રી/પ્લેબેક સિંગર કશિશ રાઠોર અને “હમરાહી ફાઉન્ડેશન”ના પ્રમુખ રાહી રાઠોર અને સેવાભાવી કે. કે. સોનીનો સાથ મળ્યો હતો.
રક્તદાનમાં 42 યુનિટ એકત્રિત કરવામાં આવ્યા હતા.ચામડીના રોગોમાં 87 દર્દીને તપાસી મફત દવા આપવામાં આવી હતી. આંખોના કેમ્પમાં 127 દર્દીને તપાસવામાં આવ્યા હતા અને 69 જેટલા દર્દીઓને મફત ચશ્મા આપવામાં આવ્યા હતા. તેમજ સિકલસેલના 17 દર્દી તપાસવામાં આવ્યા હતા.
ખરેખર આવા જ સેવાયજ્ઞ એ જન્મદિનની સાર્થક ઉજવણી છે.