(અબરાર એહમદ અલવી)
મે મહિનામાં 4 રવિવાર અને 2 શનિવારે બેંકો બંધ રહેશે
નવા નાણાકીય વર્ષનો પહેલો મહિનો એટલે કે, એપ્રિલ મહિનો હાલ પૂરો થવાનો છે અને મે 2024 શરૂ થવા જઈ રહ્યો છે. જો તમારી પાસે આવતા મહિનામાં બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય, તો આરબીઆઈ દ્વારા બેંકની રજાની લિસ્ટ જોયા પછી જ ઘરની બહાર નીકળો એવું ન થાય કે, તમે બ્રાન્ચ પર પહોંચો અને તમને બેંક બંધ મળે.
વાસ્તવમાં મે મહિનામાં બેંકો કુલ 14 દિવસ બંધ રહેશે, જેમાં ચાર રવિવાર અને 2 દિવસ શનિવારની સાપ્તાહિક રજાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રાદેશિક તહેવારો, લોક્સભાની ચૂંટણી અને રાષ્ટ્રીય તહેવારોને કારણે અન્ય છ દિવસ બેંકો બંધ રહેશે.