(અબરાર એહમદ અલવી)
દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની LICનો IPO સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયો છે. લિસ્ટિંગે રોકાણકારોને નિરાશ કર્યા છે કારણ કે IPO તેની ઇશ્યૂ કિંમતથી નીચે લિસ્ટ થયો છે.
NSE અને BSE પર કેટલા રૂપિયા પર લિસ્ટિંગ થયો LICનો શેર
એનએસઈ (NSE) પર એલઆઈસીનો સ્ટોક 872 રૂપિયા પર જ્યારે બીએસઈ (BSE) પર 867.20 રૂપિયાના ભાવે લિસ્ટ થયો છે.
આ ઇસ્યૂ ભાવથી અંદાજે 8-9 ટકા ઓછા ભાવે લિસ્ટ થયો છે. આમ છતાં, LIC દેશની પાંચમી સૌથી મોટી લિસ્ટેડ કંપની બની ગઈ છે. સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ બાદ LICનું માર્કેટ કેપિટલાઇઝેશન 5.70 લાખ કરોડ રૂપિયાની નજીક છે. શેરબજાર પોઝિટિવ ખૂલવા છતાં LICના શેરનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટમાં, રૂ.867 પર લિસ્ટ થયો છે. રોકાણકારોને શેરદીઠ 82નું નુકસાન થયું છે.