Safeer News

Breaking News from Ahmedabad

Entertainment અમદાવાદ

સુપ્રસિદ્ધ ગાયક પાર્થિવ ગોહિલનો રાજપથ ક્લબ ખાતે લાઈવ કોન્સર્ટ યોજાશે

(Rizwan Ambaliya) 

અમદાવાદમાં યોજાઈ રહ્યો છે સંગીતનો મેળો…. સુપ્રસિદ્ધ ગાયક પાર્થિવ ગોહિલનો રાજપથ ક્લબ ખાતે લાઈવ કોન્સર્ટ યોજાશે 

તા. ૩ મે ૨૦૨૫ને સાંજે ૭:૩૦ વાગ્યાથી રાજપથ કલબની લૉનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

પાર્થિવ ગોહિલ વિશ્વભરમાં પ્રસિદ્ધ ગુજરાતી અને હિન્દી સિનેમા ઉદ્યોગમાં છેલ્લા ૨૫ વર્ષથી પોતાના અવાજ અને અનેરી અદાથી ૨૭૦૦થી વધુ લાઈવ શૉ દ્વારા ગુજરાતી લોકસંગીત અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યા છે.

પાર્થિવ ગોહિલના બૉલીવુડ સફરમાં દેવદાસ જેવા અમર ફિલ્મોમાં પણ અવાજ આપી નવું સંગીત પીરસવાનો પ્રયાસ હંમેશા કર્યો છે તથા એક જોરદાર પર્ફોર્મર સાથે જ એવૉર્ડ વિનર ફિલ્મના નિર્માતા સાથે જ વિશ્વભરમાં ગુજરાતી લોકસંગીતને પહોંચાડનાર ભારતીય મૂલ્યોને સિદ્ધ કર્યા છે.

તા. ૩ મે ૨૦૨૫ના રોજ શહેરના નામાંકિત રાજપથ ક્લબના ૫૦ વર્ષ પૂરા થઈ રહ્યા હોય તે ઉપલક્ષમાં પાર્થિવ ગોહિલ લાઈવ ઇન કોન્સર્ટનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત પાર્થિવ ગોહિલ અને માનસી પારેખના પ્રોડક્શન હેઠળ બની રહેલી આગામી ફિલ્મ “શુભચિંતક”નું પ્રથમ પ્રોમો ગીતને પણ લોન્ચ કરવામાં આવશે જેમાં ફિલ્મના કલાકારો સ્વપ્નિલ જોશી અને માનસી ગોહિલ પણ ખાસ ઉપસ્થિત રહેશે.