અલ્લુ અર્જુનની લીડ રોલવાળી ફિલ્મ ‘પુષ્પા ૨’માં ફહાદ ફાસીલ નેગેટિવ રોલમાં જાેવા મળે છે અને તેના પાત્રનું નામ ભંવર સિંહ શેખાવત છે.
અમદાવાદ,તા.૧૦
સાઉથની બહુચર્ચિત ફિલ્મ ‘પુષ્પા-૨’ તેની રિલીઝ બાદથી વિવાદોમાં ઘેરાયેલી છે. ત્યારે ‘પુષ્પા-૨’ ફિલ્મને લઈને ક્ષત્રિય કરણી સેનાનો વિરોધ સામે આવ્યો છે. આ ફિલ્મની અંદર ભવરસિંહ શેખાવત નામનું એક પાત્ર મૂકવામાં આવ્યું છે. આ પાત્રને ખૂબ જ ખરાબ રીતે રજૂ કરવામાં આવ્યું છે. તેથી કરણી સેનાના રાજ શેખાવતે રાજપૂતોને અપીલ કરી કે, ફિલ્મ મેકર્સ જ્યાં દેખાય ત્યાં જ તેને મારવામાં આવે. ‘પુષ્પા-૨’ ફિલ્મમાં લગાવત નિમ્ન કક્ષાની ટિપ્પણી સાથે શેખાવત શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સાઉથ સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા ૨’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. અલ્લુ અર્જુનની લીડ રોલવાળી ફિલ્મ ‘પુષ્પા ૨’માં ફહાદ ફાસીલ નેગેટિવ રોલમાં જાેવા મળે છે અને તેના પાત્રનું નામ ભંવર સિંહ શેખાવત છે. હવે આ ફિલ્મમાં વિલનની સરનેમ શેખાવતે કરણી સેનાને નારાજ કરી દીધી છે અને તેઓએ મેકર્સને ધમકી પણ આપી દીધી છે. કરણી સેનાના નેતાએ ફિલ્મ ‘પુષ્પા ૨’માં ફેરફાર કરવા કહ્યું છે અને જાે તેમ નહીં કરવામાં આવે તો માર મારવાની ધમકી આપી છે.
કરણી સેનાના નેતા રાજ શેખાવતે પોતાના ટિ્વટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે કહ્યું છે કે, ‘પુષ્પા ૨’ નામની ફિલ્મ તાજેતરમાં રિલીઝ થઈ છે. જેમાં ફરી એકવાર ક્ષત્રિય સમાજનું અપમાન થયું છે. શેખાવત જ્ઞાતિ, જે ક્ષત્રિય સમુદાય સાથે જાેડાયેલી છે, તે નીચા સ્તરે હોવાનું દર્શાવવામાં આવ્યું છે. વિચારોની અભિવ્યક્તિના નામે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ લોકો વર્ષોથી ક્ષત્રિયોને બદનામ કરી રહ્યા છે. ફિલ્મ નિર્માતાઓએ આ વાત ધ્યાનથી સાંભળવી જાેઈએ અને બને તેટલી વહેલી તકે શેખાવત શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે દૂર કરવો જાેઈએ. અન્યથા કરણી સેના ઘરમાં ઘૂસીને મારશે અને જરૂર પડશે તો કરણી સેના ગમે તે હદે જશે.
વીડિયોમાં રાજ શેખાવત કહી રહ્યા છે કે, “તાજેતરમાં ફિલ્મ ‘પુષ્પા ૨’ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં ફરી એકવાર ક્ષત્રિય સમાજનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે. શેખાવત, જે ક્ષત્રિય સમાજની એક જાતિ છે, તેનું નિરૂપણ ખરાબ રીતે કરવામાં આવ્યું હતું. અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે ફિલ્મ ઉદ્યોગ વર્ષોથી ક્ષત્રિય સમાજને બદનામ કરી રહ્યો છે અને ફરી બદનામ થયો છે. ફિલ્મ નિર્માતાએ શેખાવત શબ્દનો ઉપયોગ કર્યો છે, તેને હટાવી દેવો જાેઈએ નહીંતર કરણી સેના તમને મારશે અને ઘરમાં ઘૂસી જશે અને જરૂર પડશે તો કરણી સેના કોઈપણ હદ સુધી જશે”.
અમદાવાદમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે. ગુજરાત સરકારની સામે ફરી કરણી સેના મેદાને ઉતરશે. રાજ શેખાવતે આ મુદ્દે કહ્યું કે, સરકારના અત્યાચાર રોકવા માટે પ્રયાસ કરીશું. આવનારા દિવસોમાં ક્ષત્રિય સમાજ રણશીંગું ફૂંકશે. ૨૨ ડિસેમ્બરે ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરાયું છે.
(એચ.એસ.એલ)