Safeer News

Breaking News from Ahmedabad

દેશ

જુલાઈથી મોબાઈલ બીલ વધુ મોંઘા થશે, પ્રીપેડ અને પોસ્ટપેડ ટેરિફમાં વધારો થશે

એક્સિસ કેપિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગૌરવ મલ્હોત્રાનું કહેવું છે કે, ટેલિકોમ કંપનીઓના ટેરિફ રેટમાં વધારાની સીધી અસર કંપનીના શેર પર જાેવા મળી શકે છે.

નવીદિલ્હી,તા.૨૭
સ્પેક્ટ્રમની હરાજી પુરી થયા બાદ હવે ટેલિકોમ કંપનીઓ રેટ વધારવાની તૈયારી કરી રહી છે. નિષ્ણાતોના મતે જુલાઈથી રેટ ૧૫થી ૨૦% સુધી વધી શકે છે, જેના કારણે મોબાઈલનો ઉપયોગ મોંઘો થઈ જશે. ટેલિકોમ કંપનીઓ હેડલાઇન ટેરિફ પણ વધારી શકે છે. સરકારે સ્પેક્ટ્રમની હરાજી માટે રિઝર્વ પ્રાઇસ રૂપિયા ૯૬,૨૩૮ કરોડ રાખી હતી, પરંતુ બીજા જ દિવસે હરાજી પૂરી થતાં સુધીમાં સરકારને માત્ર રૂ. ૧૧,૩૪૦.૭૮ કરોડની બિડ મળી હતી. ત્રણેય ટેલિકોમ કંપનીઓએ માત્ર ૧૪૧.૪ મેગાહર્ટ્‌ઝ સ્પેક્ટ્રમ ખરીદ્યું છે.

ઉલ્લેખનીય છે કે, મોબાઈલ ટેરિફમાં વધારો પ્રીપેડ અને પોસ્ટપેડ બંનેમાં જાેવા મળી શકે છે. સ્પ્રેકટમ હરાજીમાં કંપનીઓએ ૧૧,૩૪૦ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. હવે તેઓ ખર્ચ વસૂલવાનું શરૂ કરશે. હેડલાઇન ટેરિફમાં છેલ્લે ડિસેમ્બર ૨૦૨૧માં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારથી કંપનીઓએ માત્ર તેમના બેઝ પેકમાં વધારો કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતી એરટેલ સૌથી પહેલા ટેરિફમાં વધારાની જાહેરાત કરી શકે છે.

એક્સિસ કેપિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગૌરવ મલ્હોત્રાનું કહેવું છે કે, ટેલિકોમ કંપનીઓના ટેરિફ રેટમાં વધારાની સીધી અસર કંપનીના શેર પર જાેવા મળી શકે છે. તેમના મતે ભારતી એરટેલનો શેર આવનારા સમયમાં ૧૫૩૪ રૂપિયાના લક્ષ્યાંકને ટક્કર આપી શકે છે. આવી જ સ્થિતિ રિલાયન્સના શેરમાં પણ જાેવા મળશે. તે ટૂંક સમયમાં રૂ. ૩૫૧૨ના ટાર્ગેટ ભાવને સ્પર્શતો પણ જાેવા મળશે. સરકારે સ્પેક્ટ્રમની હરાજી માટે રિઝર્વ પ્રાઇસ રૂપિયા ૯૬,૨૩૮ કરોડ રાખી હતી, પરંતુ બીજા જ દિવસે હરાજી પૂરી થતાં સુધીમાં સરકારને માત્ર રૂ. ૧૧,૩૪૦.૭૮ કરોડની બિડ મળી હતી. ત્રણેય ટેલિકોમ કંપનીઓએ માત્ર ૧૪૧.૪ મેગાહર્ટ્‌ઝ સ્પેક્ટ્રમ ખરીદ્યું છે.

મોબાઈલ સ્પેક્ટ્રમની હરાજી મંગળવારથી શરૂ થઈ હતી. બીજા દિવસે બુધવારે જ્યારે હરાજી સવારે ૧૦ વાગ્યે શરૂ થઈ હતી, તેના થોડા કલાકો પછી જ સમાપ્ત થઈ ગઈ હતી. આ બે દિવસીય હરાજીની પ્રક્રિયામાં, ભારતી એરટેલ સ્પેક્ટ્રમ ખરીદવામાં સૌથી આગળ રહી. તેણે કુલ રૂ. ૬,૮૫૬.૭૬ કરોડનું સ્પેક્ટ્રમ ખરીદ્યું હતું. દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ રૂ. ૯૭૩.૬૨ કરોડના સ્પેક્ટ્રમ માટે બિડ કરી હતી. જ્યારે વોડાફોન આઈડિયાએ લગભગ રૂ. ૩,૫૧૦.૪ કરોડના સ્પેક્ટ્રમ માટે બિડ કરી છે. એકંદરે, આ સ્પેક્ટ્રમની હરાજીમાંથી કુલ રૂ. ૧૧,૩૪૦.૭૮ કરોડ સરકાર પાસે આવ્યા છે. સરકારને સ્પેક્ટ્રમની હરાજીમાંથી ૯૬,૨૩૮ કરોડ રૂપિયા મળવાની અપેક્ષા હતી, પરંતુ તેને માત્ર ૧૨ ટકા જ મળ્યા છે.

 

(જી.એન.એસ)