Safeer News

Breaking News from Ahmedabad

દેશ

જુલાઇ મહિનામાં ક્રેડિટ કાર્ડથી લઈને ITR સુધી મહત્ત્વના બદલાવ જાેવા મળશે

નવીદિલ્હી,

જુલાઈ મહિનો શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ સાથે સામાન્ય માણસને લગતા કેટલાક કામોની મુદત પણ જુલાઈમાં પૂરી થઈ રહી છે. તેમાં ક્રેડિટ કાર્ડ સંબંધિત નવા નિયમોથી લઈને ITR ફાઇલિંગ સુધીના કાર્યોનો સમાવેશ થાય છે. જાે તમે હજી સુધી આ વસ્તુઓ નથી કરી, તો સમયસર કરો.

ચાલો તમને જણાવીએ કે, જુલાઈમાં કયા કાર્યોની સમયમર્યાદા સમાપ્ત થઈ રહી છે, જેની સીધી અસર તમારા પર પડશે. Paytm પેમેન્ટ્‌‌સ બેંક ૨૦ જુલાઈ, ૨૦૨૪ના રોજ શૂન્ય બેલેન્સ અને છેલ્લા વર્ષમાં કોઈ વ્યવહારો વિના નિષ્ક્રિય વૉલેટ બંધ કરશે. Paytm પેમેન્ટ્‌‌સ બેંકની વેબસાઈટ મુજબ છેલ્લા ૧ વર્ષ કે, તેથી વધુ સમયથી કોઈ વ્યવહારો કર્યા નથી અને શૂન્ય બેલેન્સ ધરાવતા તમામ વોલેટ ૨૦ જુલાઈ, ૨૦૨૪થી બંધ થઈ જશે. તમામ જેને લાગુ પડે છે તેને માહિતી આપવામાં આવશે. યુઝર્સને તેમનું વોલેટ બંધ કરતા પહેલા ૩૦ દિવસની નોટિસ આપવામાં આવશે. એક મીડિયા રિપોર્ટ મુજબ SBI કાર્ડે જાહેરાત કરી છે કે, ૧ જુલાઈ ૨૦૨૪થી કેટલાક ક્રેડિટ કાર્ડ્‌સ માટે સરકાર સંબંધિત વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ્‌‌સ સ્ટોર કરવાનું બંધ કરી દેવામાં આવશે.

ICICI બેંકે ૧ જુલાઈ ૨૦૨૪થી અમલી વિવિધ ક્રેડિટ કાર્ડ સેવાઓમાં સુધારાની જાહેરાત કરી છે. આમાં તમામ કાર્ડ્‌સ પર (ઇમરાલ્ડ પ્રાઇવેટ મેટલ ક્રેડિટ સિવાય) કાર્ડ રિપ્લેસમેન્ટ ફી રૂપિયા ૧૦૦થી વધારીને રૂપિયા ૨૦૦ કરવાનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ (AY ૨૦૨૪-૨૫) માટે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ ૩૧ જુલાઈ, ૨૦૨૪ છે. જાે કે, સરકાર ખાસ સંજાેગોમાં તારીખો પણ લંબાવે છે. જાે તમે સમયમર્યાદા સુધીમાં ITR ફાઇલ કરવામાં નિષ્ફળ થાઓ, તો પણ તમે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ સુધી લેટ ફાઈન સાથે આવકવેરા રિટર્ન ફાઈલ કરી શકો છો.

પંજાબ નેશનલ બેંકે Rupay Platinum Debit Cardના તમામ પ્રકારો માટે લાઉન્જ એક્સેસ પ્રોગ્રામમાં પણ સુધારો કર્યો છે. નવા નિયમો ૧ જુલાઈ ૨૦૨૪થી અમલમાં આવશે. આમાં પ્રતિ ક્વાર્ટરમાં ૧ (એક) ડોમેસ્ટિક એરપોર્ટ/રેલવે લાઉન્જ એક્સેસ અને દર વર્ષે ૨ (બે) ઇન્ટરનેશનલ એરપોર્ટ લાઉન્જ એક્સેસનો સમાવેશ થાય છે. Axis Bank એ Citibank ક્રેડિટ કાર્ડના ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ્‌‌સ સહિત તમામ સંબંધોને માઈગ્રેટ કરવા વિશે નોટિફાઈ કર્યું છે. જે ૧૫ જુલાઈ, ૨૦૨૪ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

 

(જી.એન.એસ)