Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

“જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ” દ્વારા અમદાવાદની પોળોના પ્રાચીન ૧૨૧ જિનાલયોમાં એકજ દિવસે, એકજ સમયે, એકજ સાથે દ્વિતીય વાર સામૂહિક સ્નાત્ર મહોત્સવ યોજાશે

(Rizwan Ambaliya)

Date,20/12/2024. Friday

આ સામૂહિક સ્નાત્ર મહોત્સવમાં નૈવેધ ફળ છાબ કોમ્પિટીશન તથા સ્નાત્ર ભક્તિ – જિનાલય શણગારના ઈનામો તથા લક્કી ડ્રો આદિ વિવિધ આયોજનો પ્રોત્સાહન માટે રાખેલ છે.

“જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ” દ્વારા ૫.પૂ.સા.શ્રી મૈત્રીરત્નાશ્રીજી મ.સા.ની પ્રેરણા એવમ્ માર્ગદર્શનથી પ્રભુ મહાવીરસ્વામીના ૨૫૫૦માં નિર્વાણ પર્વે, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર યોગે, અમદાવાદની પોળોના પ્રાચીન ૧૨૧ જિનાલયોમાં એકજ દિવસે, એકજ સમયે, એકજ સાથે દ્વિતીય વાર સામૂહિક સ્નાત્ર મહોત્સવ યોજાશે.

આ સામૂહિક સ્નાત્ર મહોત્સવમાં સમગ્ર અમદાવાદમાંથી તથા અમદાવાદ બહારના ગામો – શહેરોમાંથી પણ ૨૦૦૦થી વધુ પ્રભુભક્તો જોડાશે. આ પ્રસંગે ભક્તો દ્વારા મહત્તમ જિનાલયો શણગારાશે તથા સમગ્ર વિશ્વમાં ભણાવાતી આ સ્નાત્રપૂજાની રચના અમદાવાદની પોળોમાં ફતાસાપોળમાં ભઠ્ઠીની બારીના પંડિત વિરવિજયજી મહારાજાના ઉપાશ્રયમાં થઈ છે. પોળમાં રચાયેલ આ સ્નાત્રપૂજાના સર્જક પંડિત વિરવિજયજીના માનમાં પોળમાં ૧૨૧ જિનાલયોમાં ચ્યવન તથા જન્મ એમ ૨૪૨ કલ્યાણકોની ઉજવણી થશે.

આ સામૂહિક સ્નાત્ર મહોત્સવમાં નૈવેધ ફળ છાબ કોમ્પિટીશન તથા સ્નાત્ર ભક્તિ – જિનાલય શણગારના ઈનામો તથા લક્કી ડ્રો આદિ વિવિધ આયોજનો પ્રોત્સાહન માટે રાખેલ છે. જેમાં તમામ જિનાલયોમાં ઘરવાની વિવિધ છાબોનું વિશિષ્ટ પ્રેઝન્ટેશન રિલીફ રોડ પર થશે. તમામ ગૃપોનો ઈનામી સમારોહ બપોરે ૧૧ કલાકે સ્થાનકવાસીની વાડી, નગરશેઠનો વંડો, ઘીકાંટા થશે.

આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયરશ્રી પ્રતિભાબેન જૈન, MLA કૌશિકભાઈ જૈન આદિ અતિથિ વિશેષ પધારશે. બપોરે ૧૨ કલાકે સ્થાનકવાસીની વાડીએ તમામ ભક્તોનું સ્વામિવાત્સલ્ય થશે.