Safeer News

Breaking News from Ahmedabad

Sports દેશ રમતગમત

ISSF World Cup : શૂટર મેરાજ અહેમદ ખાનની કમાલ, વર્લ્ડકપમાં ગોલ્ડ મેડલ જીતીને રચ્યો ઇતિહાસ

મેરાજ અહેમદ ખાન વર્લ્ડકપની સ્કીટ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મેન્સ શૂટર

સાઉથ કોરિયાના ચાંગવનમાં રમાઇ રહેલી આઇએસએસએફ વર્લ્ડકપ (ISSF World Cup)માં ભારતીય શૂટરનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યુ છે. અનુભવી શૂટર મેરાજ અહેમદ ખાને આઇએસએસએફ વર્લ્ડકપમાં પુરૂષોની સ્કીટ સ્પર્ધામાં દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. 40 શોટના ફાઇનલમાં 46 વર્ષના મેરાજે 37નો સ્કોર કરીને કોરિયાના મિંસુ કિમ (36) અને બ્રિટનના બેન લીવેલિન (26)ને પછાડ્યા હતા.

મેરાજ અહેમદ ખાન વર્લ્ડકપની સ્કીટ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મેન્સ શૂટર છે. બે વખતના ઓલિમ્પિયન અને આ વખતે ચાંગવનમાં ભારતીય દળના સૌથી વધુ ઉંમર ધરાવતા સભ્ય મેરાજે 2016માં રિયો દિ જાનેરો વર્લ્ડકપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

આ પહેલા અંજુમ મોદ્રિલ, આશી ચોક્સી અને સિફ્ટ કૌર સામરાએ મહિલાઓની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન ટીમ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બ્રોન્ઝ મેડલના મુકાબલામાં તેમણે ઓસ્ટ્રેલિયાની શૈલીન વાઇબેલ, એન ઉંગેરાંક અને રેબેકા કોએકને 16-6થી હરાવી હતી. ભારત પાંચ ગોલ્ડ, પાંચ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ જીતીને હજુ પણ પોઇન્ટ ટેબલમાં ટોપ પર છે.

બુલંદ શહેરનો રહેવાસી છે મેરાજ

ઉત્તર પ્રદેશના બુલંદશહેરના રહેવાસી મેરાજ શૂટિંગમાં આવ્યા પહેલા ક્રિકેટમાં પણ હાથ અજમાવી ચુક્યો છે. મેરાજે ખુર્જાના કેપી માંટેસરી સ્કૂલમાંથી 5માં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. પછી બુલંદશહેર સ્થિત એક કોન્વેર્ટ સ્કૂલમાંથી આઠમુ ધોરણ પાસ કર્યા બાદ તેને ખુર્જાથી જ 10 પ્લસ ટૂ (યુપી બોર્ડ) કર્યુ હતુ, જે બાદ તે જામિયા ગયો હતો, મેરાજના પિતા દિલ્હી પ્રગતિ મેદાનમાં હોટલનો બિઝનેસ કરતા હતા.

રિયો અને ટોકિયો ઓલિમ્પિકમાં લીધો હતો ભાગ

ગત બે દાયકામાં મેરાજે વર્લ્ડકપ શૂટિંગથી લઇને કેટલાક આંતરરાષ્ટ્રીય મુકાબલામાં મેડલ જીત્યા છે. સપ્ટેમ્બર 2015માં સ્કીટ શૂટિંગમાં ક્વોલિફાઇ કરી રિયો ઓલિમ્પિકમાં સ્થાન પાક્કુ કરનાર પ્રથમ ભારતીય બન્યો હતો, જેમાં માત્ર એક પોઇન્ટથી ફાઇનલમાં પહોચવાથી ચુકી ગયો હતો, તેને નવેમ્બર 2019માં દોહામાં રમાયેલા એશિયન ચેમ્પિયનશિપમાં અંગદ બાજવાને 1-2થી હરાવતા ટોકિયો ઓલિમ્પિકમાં પોતાનું સ્થાન પાક્કુ કરી લીધુ હતુ.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *