મુંબઈમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી
મુંબઈ,તા. ૧૩
મહારાષ્ટ્રના મુંબઈમાં એક ડોક્ટરને આઈસ્ક્રીમના કોનમાંથી માનવ આંગળી મળી છે જે તેની બહેને બુધવારે (૧૨ જૂન)ના રોજ ઓનલાઈન ઓડર કર્યો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, આ ઘટના મલાડમાં બની હતી જ્યારે એક મહિલાએ ગ્રોસરી ડિલિવરી એક ઝેપ્ટો દ્વારા અન્ય વસ્તુઓની સાથે આઈસ્ક્રીમનો ઓર્ડર કર્યો હતો.
મલાડ વિસ્તારમાં રહેનાર ઓર્લેમ બ્રેન્ડન સેરાઓ નામના ડોક્ટરે જ્યારે આઈસ્ક્રીમ ખાધો તો તેને જીભમાં કંઇક ખોટું લાગ્યું તેને જોયું તો તેમાં માનવ આંગળી જોવા મળી હતી. આ આઈસ્ક્રીમ તેની બહેને ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. આ આઈસ્ક્રીમનું નામ યમો બટરસ્કોચ છે. જેનો ઓર્ડર તેની બહેને ઝેપ્ટો ડિલિવરી એપ પરથી કર્યો હતો. પછી થોડા સમય પછી ડિલિવરી બોયએ તેમને તેનું પેકેજ આપ્યું, ત્યારબાદ તેણે ખૂબ જ ઉત્સાહથી આઈસ્ક્રીમ ખાવાનું શરૂ કર્યું, જ્યારે તેણે જમતી વખતે આઈસ્ક્રીમ જોયો તો તે ચોંકી ગયો. આઈસ્ક્રીમની અંદર તેમને એક માનવ અંગની કાપી નાંખેલી આંગળી મળી જે લગભગ ૨ સેન્ટિમીટર લાંબી હતી.
જો કે, આ ઘટનામાં પોલીસે જણાવ્યું હતું કે, આઈસ્ક્રીમની અંદરથી કપાયેલી આંગળીની ફરિયાદ કરનાર વ્યક્તિ વ્યવસાયે એમબીબીએસ ડોક્ટર છે. જ્યારે સેરાઓની બહેન ઘર માટે કરિયાણાનો ઓર્ડર આપી રહી હતી, ત્યારે તેણે તેની બહેનને આઈસ્ક્રીમ મંગાવવાનું કહ્યું હતું.
હાલમાં આ મામલાની નોંધ લઈને મુંબઈના મલાડ પોલીસ સ્ટેશનમાં તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ આ આઈસ્ક્રીમનું ઉત્પાદન કયાં સ્થળોએ કરવામાં આવ્યું હતું તેની પણ તપાસ કરશે જેથી કરીને તે કોની આંગળી કોની હતી તેની પુષ્ટિ થઈ શકે. ઉપરાંત, પોલીસે આ મામલામાં એફઆઈઆર નોંધી છે અને આંગળીને ફોરેન્સિક તપાસ માટે મોકલી છે, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે.
(જી.એન.એસ)