Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

વડોદરા : સોશ્યલ મીડિયા પર પતિએ પજવણી કરતા ૨૦૦ જેટલા ફેક એકાઉન્ટ બનાવ્યા

વડોદરા,તા.૧૩

પતિના ત્રાસથી બચવા માટે તેણે ૬ હજાર ડોલર, આઇફોન અને બ્રાન્ડેડ શૂઝ વગેરે ચીજાે મોકલી હતી. તે છતા પણ તેનો પતિ અને મળતિયાઓ હજી પણ પજવી રહ્યા છે.

અમેરિકામાં અભ્યાસ માટે ગયેલી છાણી વિસ્તારની યુવતીને તેના પતિએ સોશ્યલ મીડિયા મારફતે પજવણી કરતો હોવાની ફરિયાદ યુવતીના પિતાએ નોંધાવતા છાણી પોલીસે ગુનો નોંધ્યો છે.

હાલમાં યુએસમાં અભ્યાસ કરતી યુવતીના હિન્દુ પિતાએ પોલીસને કહ્યું છે કે, મારી પુત્રીએ નજીકમાં રહેતા સેલ્વિન નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જેની જાણ મને પછીથી થઇ હતી. લગ્ન બાદ મારી પુત્રી પર ત્રાસ ગુજારવામાં આવતો હોવાથી મેં ‘શી ટીમ’ની મદદ લઇ તેનો કબજાે લીધો હતો. ત્યારબાદ મારી પુત્રીએ ડીવોર્સ માટે કોર્ટમાં અરજી આપી હતી અને અભ્યાસ માટે યુએસ ગઇ હતી.

પિતાએ કહ્યું છે કે, મારી પુત્રીએ તેના મેલ પરથી મને જાણ કરી છે કે, તેનો પતિ હજી પણ તેને પજવી રહ્યો છે. પતિના ત્રાસથી બચવા માટે તેણે ૬ હજાર ડોલર, આઇફોન અને બ્રાન્ડેડ શૂઝ વગેરે ચીજાે મોકલી હતી. તે છતા પણ તેનો પતિ અને મળતિયાઓ હજી પણ પજવી રહ્યા છે.

મારી દીકરીને સોશ્યલ મીડિયા પર ૧૮૦થી ૨૦૦ જેટલા ફેક એકાઉન્ટ બનાવીને ગંદા મેસેજાે મોકલી હેરાન કરવામાં આવી રહી છે. જેના સ્ક્રીનશોર્ટ મારી દીકરીએ મને મોકલ્યા છે. આ ઉપરાંત પતિ કોર્ટ કેસની ફીની પણ માંગણી કરી રહ્યો છે અને એક કલાકમાં મોત લાવી દઇશ તેવી ધમકી આપી હતી. તેનો પતિ મંદિરમાં જવાને બદલે ચર્ચમાં જવા દબાણ કરી રહ્યો છે. છાણી પોલીસે આ ફરિયાદને આધારે સેમ્યુલ પરમાર સામે ગુનો નોંધ્યો છે.

 

(જી.એન.એસ)