Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

“હ્યુમાનીટી ફાઉન્ડેશન” દ્વારા ફ્રી નોટબૂક વિતરણનું કાર્યક્રમ યોજાયો

“હ્યુમાનીટી ફાઉન્ડેશન” દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્રી નોટબુક વિતરણનું કાર્યક્રમ સફળતા પુ્‌ર્વક યોજાયો

અમદાવાદ,તા.18

શહેરના અરબગલી, પત્થરકુવા રીલીફ રોડ ખાતે તા. 02/06/24 રવિવારના રોજ સવારે ૧૦થી ૧૨ના સમયે “હ્યુમાનીટી ફાઉન્ડેશન” (Humanity Foundation) દ્વારા તથા “મહા માનવ સંપર્ક અભિયાન”ના સહકારથી  ૧થી ૯ ધોરણમાં ભણતા ૨૧૦૦થી વધુ  વિદ્યાર્થીઓને નોટ-ચોપડા, કમ્પાસ બોક્સ, ટીફીન બોક્સ અને વોટર બેગનું ફ્રીમાં વિતરણ કરવાનું કાર્યક્રમ  યોજવામાં આવ્યું હતું. જેમાં તેજસ્વી તારલાઓનો સન્માન પણ કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં મિડિયા પાર્ટનર તરીકે “પોલીસ ફાઇલ”, “એસ.આર ન્યુઝ”, “સત્ય ગુજરાત”, “મારુ મંતવ્ય”, “સત્યની ફાઈલ”, “ધ પાવર ઓફ ટ્રૂથ” તથા “સફીર” ન્યૂઝએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સહાયક સંસ્થાઓમાં “અરબ મસ્જીદ ટ્રસ્ટ”, હજરત બિલાલ મસ્જીદ ટ્રસ્ટ”, “પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ”, “ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ વેલ્ફેર અસોસિએશન”, માનવ અધિકાર સહાયતા સલાહ કેન્દ્ર” તેમજ “અબીર ફોઉંન્ડેશન એહમદઆબાદ” પણ જોડાયા હતા.

“ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ વેલ્ફેર અસોસિએશન”ના અમદાવાદ શહેરના પ્રમુખ નિશીથ શીન્ગાપુરવાલાએ જણાવ્યું હતું કે, “અત્યારે મોંઘવારીને જોતા આવા કાર્યક્રમોની સમાજમાં ઘણી જરૂરત છે અને “હ્યુમાનીટી ફાઉન્ડેશન”ની આ કામગીરી ખરેખર સરાહનીય છે. આ “હુમાનીટી ફાઉન્ડેશન”ની કામગીરી જોતા હૂં તમામ સભ્યોનો સન્માન કરવા માંગું છું.”

અત્રે ઉલ્લેખનીય છે કે, “હ્યુમાનીટી ફાઉન્ડેશન” દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વેકેશનના સમયે ગરીબ તથા મધ્યમ વર્ગના બાળકોને ફ્રી નોટબુક તથા સ્ટેશનરી વિતરણનું કાર્યક્રમ સફળતા પુ્‌ર્વક યોજાયો હતો.