Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : મોડેલ અને હિરોઈન બનાવવાની લાલચ આપી દેહ વ્યાપારના ધંધામાં ધકેલવાના કેસમાં ૩ મહિલાઓ ગિરફતાર

અમદાવાદ,તા.૧૩

આ રેકેટમાં અફસાના બાનુ દાણીલીમડાથી, સિરીનબાનુ શેખ અને રીલીફ રોડની ઝરીનાબાનુ શેખ સંડોવાયેલા છે.

શહેરના વટવામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં, પોલીસે દેહ વ્યાપારના ધંધામાં સંકળાયેલી ૩ મહિલાઓની ધરપકડ કરી છે. જેમણે એક સગીરાને મુંબઈમાં ફિલ્મની હિરોઈન બનાવવાની લાલચ આપી અપહરણ કરી દેહ વ્યપારમાં ધકેલી હતી. આ રેકેટમાં અનેક યુવતીઓ ફસાઈ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે.

વટવા પોલીસની ગિરફતમાં રહેલી મહિલાઓ અફસાનાબાનુ શેખ, સિરીનબાનુ શેખ અને ઝરીનાબાનુ શેખ છે. આ ત્રણેય મહિલાઓ દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલી છે. જેમણે એક સગીરને ફિલ્મમાં હિરોઈન બનાવવાની લાલચ આપી દેહ વેપારમાં ધકેલી દીધી છે.

ઘટનાની વાત કરીએ તો ૧૦ ઓગસ્ટના રોજ સગીરા ગુમ થઈ હોવાની વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ સગીરાની માતાએ વટવામાં રહેતી અફસાનાબાનું શેખ પર શંકા વ્યક્ત કરી હતી. જેની તપાસમાં વટવા પોલીસે હ્યુમન ટ્રાફિકિંગ અને દેહ વેપારના રેકેટને ઝડપી પાડ્યું છે.

આ રેકેટમાં અફસાના બાનુ દાણીલીમડાથી, સિરીનબાનુ શેખ અને રીલીફ રોડની ઝરીનાબાનુ શેખ સંડોવાયેલા છે. આરોપી મહિલાઓએ સગીરાને મોડલ અને ફિલ્મમાં હિરોઈન બનાવવાની લાલચ આપીને વિશ્વાસ કેળવી અપહરણ કરીને દેહ વેપારમાં ધકેલી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ત્રણેય મહિલાઓ સગીરા પાસે છેલ્લા ૩ મહિનાથી દેહવ્યાપારનો ધંધો કરાવતા હતા.

મુખ્ય સૂત્રધાર અફસાના બાનુએ સગીરાને પોતાનો ભાઈ દુબઈમાં મોડલિંગનું અને મુંબઈમા સિરિયલ લાઈનમા લઈ જવાના બહાને સગીરાનું અપહરણ કરીને દેહ વેપારમાં ધકેલી દીધી હતી. જેમાં જુદી જુદી હોટલમાં ગ્રાહકો સાથે મોકલતા હતા.

 

(જી.એન.એસ)