ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ તાજા ફળો જેમ કે, કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો.
આટલી બધી ભયંકર ગરમીમાં ભલેને તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવું જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ORS)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ/લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ, ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું જોઈએ. હવામાનના સમાચારો માટે ટીવી જોતા રહેવું જોઈએ.
આટલું જરૂર કરવું જોઈએ
ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીન યુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ.
ગરમીમાં ખાસ કરીને બપોરે ૧૨થી ૩ વાગ્યા વચ્ચે ઘરેથી બહાર જવાનું ટાળો.
ભલે તમને તરસ ન લાગી હોય તો પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં.
ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ તાજા ફળો જેમ કે, કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો.
હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો.
બહાર ખુલ્લા પગે જવાનું ટાળો. બહાર જતી વખતે કે, ખુલ્લા તડકામાં જતી વખતે છત્રી, ટોપી, ટુવાલ અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ઢાંકવાનું રાખો.
હીટ સ્ટ્રેસના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો… જેમ કે, ચક્કર, બેભાન, ઉબકા કે ઉલટી, માથાનો દુખાવો, વધુ પડતી તરસ લાગવી, એકદમ પીળો પેશાબ, પેશાબ ઓછો થવો, શ્વાસ લેવાની ગતિ અને હ્રદયમાં ધબકારા વધવા.
બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા છોડવાથી બચો કારણ કે, વાહનની અંદરનું તાપમાન વધી શકે છે જેનાથી ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના વધી શકે છે.
તડકામાં જતા પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું રાખો અને નિયમિતપણે તેને લગાવતા રહો.