Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

“હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ” દ્વારા માતૃવંદનાનો કાર્યક્રમ યોજાયો

(રીઝવાન આંબલીયા)

ડોક્ટર નિતીન સુમંત શાહ હંમેશા સેવા કાર્યો કરતા આવ્યા છે. અનેક નિરાધારોને ઘર બનાવી આપ્યા છે. અનેક ગરીબોને મેડિકલ સહાય આપી છે. શિક્ષણ માટે અનેક બાળકોને સહાય કરી છે.

ડોક્ટર નિતીન સુમંત શાહનો નામ જ એક માનવતાવાદી મહાન મહાત્મા સેવકથી ઓળખાય છે

અમદાવાદ,તા.૨૨ 

અમદાવાદના આંગણે સદવિચાર પરિવાર સભાગૃહમાં એક વિશિષ્ટ પ્રકારનો માતૃવંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં “હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ” ટાઈટલના નેજા હેઠળ ચેરમેન, શ્રી ડોક્ટર નિતીન સુમંત શાહ દ્વારા માતૃ વંદના નિમિત્તે પાંચ વિશિષ્ટ માતાઓનું સાલ ઓઢાડીને તથા મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

ડોક્ટર નિતીન સુમંત શાહ કાયમ માટે સેવા કાર્યો કરતા આવ્યા છે. અનેક નિરાધારોને ઘર બનાવી આપ્યા છે. અનેક ગરીબોને મેડિકલ સહાય આપી છે. ભણવા માટે શિક્ષણ માટે અનેક બાળકોને સહાય કરી છે. અનેક માતા બહેનોને સારા સંસ્કાર આપવામાં ડોક્ટર નીતિન સુમંત શાહ અને હાર્ટ ફાઉન્ડેશન અગ્રસ્થાને રહ્યું છે. એવા ડોક્ટર નીતિન સુમંત શાહના નેજા હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું હતું.

આ કાર્યક્રમમાં એવી પાંચ માતાઓનું સન્માન કરવામાં આવ્યું કે, જેમના પતિ ન હોવા છતાં, એકલા હાથે સમાજ સામે ઝઝૂમીને પોતાના સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપ્યું છે સારા સંસ્કારોનું સિંચન કર્યું છે અને સમાજના એક ઉચ્ચ કહી શકાય, તેવા હોદ્દા સુધી પહોંચાડવામાં પોતાની જાતની પણ પરવા કરી નથી.

આ કાર્યક્રમમાં માતૃવંદનાના ૧૧ ગીતો પણ રજૂ કરવામાં આવ્યા હતા. સાંજે 5:00 વાગ્યે કાર્યક્રમ ચાલુ થયો હતો અને ઘણા બધા માનનીય મહેમાનોની હાજરીમાં 7.30 વાગ્યા સુધી એટલે કે, અંત સુધી આ કાર્યક્રમમાં દરેક લોકો હાજર પણ રહ્યા.

આ કાર્યક્રમનો સમગ્ર સંચાલન તેમજ આયોજન સહયોગી સંસ્થા કલા સેતુના તંત્રી જીતેન્દ્રભાઈ ઠક્કર અને ગોપી ક્લબના શિલ્પા ઠાકર તરફથી આ સુંદર મજાનું આયોજન રહયુ હતું. અતિથિ વિશેષ તરીકે પીકે લહેરી, વડોદરાથી ખાસ જીયા પરમાર, શ્રીમતી પ્રતીક્ષા નીતિન શાહ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

માતૃવંદનાના આ કાર્યક્રમ નિમિત્તે પાંચ એવી માતાઓનું સન્માન કરવાનું નક્કી કરાયું હતું કે, જેમણે સમાજમાં અલગ અલગ રોલમાં અલગ અલગ કુરબાનીથી સમાજમાં પોતાના છોકરાઓને સંઘર્ષ કરીને એક વિશિષ્ટ સ્થાન આપવામાં સફળ રહ્યા છે.

માતૃ શક્તિને સન્માનવાનો આટલો સુંદર કાર્યક્રમ તૈયાર કરવા માટે અને માતાઓને સન્માનિત કરવા માટે આ કાર્યક્રમમાં જોડાયેલા તમામ વિશિષ્ટ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું. મીડિયા કર્મીઓનો પણ આભાર માનવામાં આવ્યું હતું.  દરેક માતૃ વંદના માતાઓને અને માતૃ પ્રેમના ગીતો રજૂ કરનાર ૧૧ બહેનોને પણ અભિનંદન પાઠવ્યું હતું.

ફોટો અને વિડીયો: જયેશ વોરા.

સહકાર: સંગીતા પાટીલ, રેશમા વાગડીયા.

સંગીત સહયોગ : ઉમેશ માંડલિયા, વિનોદભાઈ અને ચેતન પાઠક.