Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ

ધોળકા ખાતે હઝરત શાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)ના ઉર્ષની સાદાઈથી ઉજવણી કરવામાં આવી

ધોળકા ખાતે હઝરત શાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)ના ઉર્ષની સાદાઈથી ઉજવણી કરાઈ

અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે આવેલ મહાન સુફી સંત હઝરત શાહ હસન ખતીબ ચિશ્તી ઉર્ફ હઝરત શાહ બાવા (રેહ્મતુલ્લાહ અલૈહ)ના ઉર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. જોકે વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સરકારની ગાઈડ લાઈન મુજબ ઉર્ષ સાદાઈથી મનાવવામાં આવશે.

આ ઉર્ષ નિમિત્તે શુક્રવારના રોજ રાયખડના સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરી દ્વારા મજાર શરીફ પર ગલેફ અને ફૂલની ચાદર પેશ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઔલાદે હઝરત શાહ (રેહ્મતુલ્લાહ અલૈહ) સૈયદ પ્યારા સાહેબ બાવા, સૈયદ કાઝીમ બાવા, સૈયદ વસીમ બાવા, સૈયદ બાસીત અલી, મૌલાના યાસીન રઝા સહિત ખિદમતગારો અને અકિદતમંદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ફાતેહાખ્વાની બાદ સમગ્ર વિશ્વમાં, દેશ અને રાજ્યમાં શાંતિ સલામતી અને ભાઈચારો જળવાઈ રહે તથા આપણો દેશ ખૂબ પ્રગતિ કરે તેવી દુઆઓ માંગવામાં આવી હતી.