Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ

“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૧૩ : હઝરત નસીરૂદ્દીન મહેમુદશાહ બુઢા ઉર્ફ દરિયાનોશ (રેહ્મતુલ્લાહ અલૈહ)

(અબરાર એહમદ અલવી)

હઝરત નસીરૂદ્દીન મહેમુદશાહ બુઢા ઉર્ફ દરિયાનોશ (રેહમતુલ્લા અલૈહ) હંમેશા અલ્લાહની બંદગીમાં લીન રેહતા હતા અને આપ તે સમયના કુતુબ પણ હતા.

હઝરત નસીરૂદ્દીન મહેમુદશાહ બુઢા ઉર્ફ દરિયાનોશ (રેહમતુલ્લા અલૈહ)  હઝરત બુરહાનુદ્દીન કુત્બેઆલમ (રેહ્મતુલ્લાહ અલૈહ)ના મોટા પુત્ર અને હજરત શાહઆલમ (રેહમતુલ્લા અલૈહ)ના મોટા ભાઈ છે.

હઝરત નસીરૂદ્દીન મહેમુદશાહ બુઢા ઉર્ફ દરિયાનોશ (રેહમતુલ્લા અલૈહ)નો જન્મ 23 રમઝાનના દિવસે ઈ.સ 1406માં પાટણમાં થયો હતો. આપે તમામ પ્રકારના જાહેરી તેમજ બાતીની ઉલુમ આપના પિતા હઝરત કુત્બેઆલમ (રેહ્મતુલ્લાહ અલૈહ) પાસેથી હાસલ કર્યા હતા. આપ ખુબ જ મોટાપાયાના આલા બુઝુર્ગ હતા. આપ આપના સમયના કુતુબ હતા. હંમેશા અલ્લાહની બંદગીમાં લીન રેહતા હતા. આપનો ખાનદાન ખુબ જ આગળ પડતો નામ ધરાવે છે. 29મી ઝીલકદના રાતના સમયે આપે વિસાલ ફરમાવ્યો. આપનો મઝાર શરીફ તેમના પિતા હઝરત બુરહાનુદ્દીન કુત્બેઆલમ (રેહ્મતુલ્લાહ અલૈહ) મઝાર શરીફ પાસે વટવામાં જ આવેલો છે. આજે પણ લોકો આપના દર પરથી ફૈઝ હાસલ કરે છે.