ગુજરાતી ફિલ્મ પ્રીમિયર : એનવાય સિનેમા ખાતે ગુજરાતી ફિલ્મ શસ્ત્રનું પ્રીમિયર શો યોજાયો
(Rizwan Ambaliya)
ફિલ્મની સ્ટોરી સાયબર ફ્રોડ પર વધતા બનાવો પર આધારિત છે.
Gujarati film review : JAYESH VORA
‘ગુજરાત સ્થાપના દિવસ’ નિમિત્તે એનવાય સિનેમા ખાતે ગુજરાતી ફિલ્મ શસ્ત્રનું પ્રીમિયર શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતની રક્ષા કરતા પોલીસકર્મીઓને પણ સેલ્યુટ છે કારણ કે, ગુજરાતના આ શૂરવીરોને સમય આવ્યે જ લોકો યાદ કરે છે. પરંતુ આજના ‘ગુજરાતના સ્થાપના દિવસ’ અને સાથે સાથે દાદાસાહેબ ફાળકેના જન્મદિન પર સિનેમા દિવસ ઉજવાય છે. આમ તો દર શુક્રવારે ફિલ્મો રિલીઝ થાય છે. પરંતુ આજે એક ગુજરાતી ફિલ્મ શસ્ત્ર રિલીઝ થઈ.
ગુજરાતની પોલીસ અને સાયબર ક્રાઇમ કરતા એજ્યુકેટેડ ક્રિમિનલ પર બનેલી આ ફિલ્મ 5G જનરેશનના પ્રોબ્લેમ પર ફોકસ કરતી ફિલ્મ છે. આવા ક્રાઇમના આજના વિષયને લઈને નાટકોના દિગ્દર્શક કર્તવ્ય શાહે આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. અગાઉ તેઓએ ‘ધુમ્મસ’ જેવી હીટ અને એવોર્ડ સાથેની સફળ ફિલ્મ આપી હતી.
ફિલ્મની સ્ટોરી સાયબર ફ્રોડ પર વધતા બનાવો પર આધારિત છે. ત્યારે વાસ્તવિકતામાં પણ પોલીસ કોઈ ગંભીર પરિણામ આવે છે ત્યારે શું એક્શન લેવા જોઈએ. એવું અહીં પણ બતાવવામાં આવ્યું છે. ગુનેગાર ગમે એટલો ચાલાક હોય, પણ પોલીસ એનાથી બે ડગલાં આગળ જ હોય છે. ફિલ્મમાં ઘણુંબધું મનોરંજક છે. જેમ કે, કોલેજ મસ્તી, ઘરમાં પિતાનો પુત્રી પ્રત્યેનો પ્રેમ, એક્શન, ઇમોશન્સ બધું જ અને સાથે મોબાઈલના વધતા દુરુપયોગ પરની વાત દિગ્દર્શકે સારી રીતે વણી લીધી છે. મોબાઈલ વિશે એક સારી વાત કીધી છે, મોબાઈલ 5g જનરેશન માટે શાસ્ત્ર છે, એનો દુર ઉપયોગ થશે તો શસ્ત્ર બનતા વાર નહીં લાગે.
ફિલ્મના કલાકારોમાં Chetan Dhanani પોલીસના ડ્રેસમાં હેન્ડસમ ગુજરાતી સિંઘમ લાગે છે. અભિનય કરતા જોવા મળ્યા છે. પૂજા જોશી સાથે નવી કેમેસ્ટ્રીમાં જોવા મળશે અભિનયમાં બંને સરસ દેખાવ કરે છે. શ્રેય મરડિયા અને પ્રિયાલ ભટ્ટનો અભિનય મસ્ત રહ્યો. એમને આ વખતે કંઈક કરી બતાવવાની તક અને આ ફિલ્મથી તેમને મોટા સ્ટાર્સ સાથે અને સામે અભિનય બતાવવાનો મોકો મળ્યો. જેના લીધે બંનેને આ ફિલ્મ માટે ખૂબ ખૂબ અભિનંદન….
ત્યારબાદ નાનામોટા ઘણા કલાકારોએ ફિલ્મમાં કામ કર્યું છે જેઓ દરેક પોતપોતાના અભિનયમાં સારું જ આપી શક્યા છે. મોટાભાગના થિયેટર સાથે જોડાયેલા છે. આ બધા નામ હોવાથી અત્રે એનો ઉલ્લેખ અશક્ય છે.
ફિલ્મના દિગ્દર્શન અંગે જણાવું કે, કોલેજના સીન્સ હોય કે, ઘરમાં ભજવાયેલા સીન દરેકમાં વાસ્તવિકતા લાગે છે. પરંતુ દીપ વૈદ્યની એન્ટ્રી બાદ જે કાર્યાલયમાં ફ્રોડને શોધવામાં જે મહેનત દરેક પોલીસકર્મીઓ કરી રહ્યા છે. દિપ વૈધ ઇન્ટરવલ પછી આવે છે અને છવાઈ જાય છે. એમનું વર્ક હંમેશા અલગ જ રહ્યું છે. જે ફિલ્મને આગળ લઈ જવામાં મુખ્ય ભાગ ભજવે છે. બાકી દીપ વૈદ્યની કોમેડી ગમી જાય એવી છે. એ તેમની હંમેશા મુજબ પેટર્ન પણ છે. ફિલ્મ સારી બની છે પણ પોલીસ પર બનનારી ફિલ્મમાં લાગલગાટ ચોટદાર સંવાદો હોવાથી અલગ જ મજા છે.
ગીત સંગીત માટે કહીએ તો ગીતો યાદ રહે તેવા નથી. પણ સાંભળવા ગમે તેવા છે, સાથે જ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ફિલ્મ મુજબ પરફેક્ટ છે. કેમેરામેન દ્વારા ક્યાંક સીન સારા ફિલ્માવાયેલા છે. જેમ કે, ગુંડાઓનો પીછો કરતા સમયના દરેક સીન માણવા ગમે એવા છે. ડ્રોન સુટ સશક્ત છે ઇફેક્ટ અને ટેકનોલોજી બંનેનો સમન્વય ઉપયોગ પણ જોરદાર રીતે કરવામાં આવ્યો છે.
ફિલ્મના પ્રીમિયરનું ભવ્ય આયોજન તિહાઈ ધ મ્યુઝિક પીપલ ટીમ, (અભિલાસ ઘોડા) દ્વારા સરસ કરવામાં આવેલું. ફરીથી એકવાર ફિલ્મ સાથે સંકળાયેલ તમામ વ્યક્તિને ખૂબ ખૂબ અભિનંદન….🌹