Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

ગ્રેટ ગુજરાતી ફિલ્મ “સમંદર”નું પ્રીમિયર યોજાયું

(રીઝવાન આંબલીયા)

ફિલ્મ “સમંદર”ની સિનેમેટોગ્રાફી અને લોકેશન સ્ટોરીની જગ્યા પર હોવાથી રિયાલિટી લાગે છે.

સૌરાષ્ટ્રની ધરતી અને બાપુનું ગામ પોરબંદરની બે કોમ વચ્ચેની દોસ્તી અને લાંબો દરિયા કિનારા પર પાંગરતી  ઓરીજનલ સ્ટોરી પર આધારિત ફિલ્મ એટલે “સમંદર” મયુર ચૌહાણ અને આદિત્ય ગઢવી હાજી કાસમ તારી વીજળીના જોરદાર હાઉસફુલ શો ચાલુ જ છે, આ જોડી ફરી એકવાર અહીંયા જોવા મળશે માણવા પણ મળશે. કેદાર ભાર્ગવનુ બ્રેક ગ્રાઉન્ડ મ્યુઝિક આહલાદક છે અને વિવિધતા સભર ગાયનો ઘણા સમય પછી ફિલ્મમાં જોવા મળે છે. જે માણવાની મજા ફક્ત સિનેમામાં જ આવશે.

સિનેમેટોગ્રાફી અને લોકેશન સ્ટોરીની જગ્યા પર હોવાથી રિયાલિટી લાગે છે. ક્લાઈમેક્સ કોમર્શિયલ ફિલ્મોમાં જે લોકો જોયો હોય, માણ્યો હોય, વિચાર્યો હોય, એનાથી અલગ રિયલમાં હોય, એટલે એમાંથી બહાર આવતા થોડી વાર લાગે છે.  કેમ કે, જ્યારે રીયલ સ્ટોરી ઉપર આધારિત વર્ક કરતા હોઈએ ત્યારે ક્લાઇમેક્સમાં ચેન્જ કરવાના ચેડા થાય નહી, સ્ટોરી ને રિયલ દર્શાવવામાં ફિલ્મની લેન્થ લાંબી થઈ જાય છે, પણ જો થિયેટરમાં જોતા હોઈએ તો કંટાળાજનક લાગતી નથી, માણવાની મજા આવે છે, ડાયલોગ તથા પંચલાઈન જોરદાર છે, કાઠીયાવાડ ની ભાષા હોવાથી, ફિલ્મ પોતાની લાગે મતલબ લોકો સાથે જલ્દીથી કનેક્ટ થઈ જાય છે, જે લખવા કરતા ફિલ્મોમાં માણી લેજો.

મયુર ચૌહાણ પોતાના પાત્રને ન્યાય આપવામાં બિલકુલ સફળ રહ્યા અને અગાઉ પણ તેમણે હંમેશા પોતાના અભિનયથી કાબીલે તારીફ કામ કરેલ છે. મિત્ર તરીકે જગજીતસિંહ વાઢેર પેરેલલ છવાયેલા રહે છે. ધર્મેન્દ્ર ગોહેલ હંમેશા ની જેમ ટૂંકા રોલમાં પણ પોતાની છાપ છોડી જાય, અને યાદગાર રહી જશે.

મયુર સોનેજીનો નોંધનીય કામ છે, કલ્પના ગાગડેકરનું નાનો પણ યાદ રાખવા વાળું કામ છે.  ચેતન ધાનાણી, નાના રોલમાં બાજી મારી જાય છે. એમની અભિનયની ઊંચાઈ દેખાઈ આવે છે જેમ કે, કસુંબામાં પણ મેન રોલ નહિ હોવા છતાં પણ યાદગાર રોલ છે. બાકી યુવાન ધૈર્ય અને તીર્થ ઠકકર વગેરેનો સરસ અભિનય જોવા લાયક છે. બોલીવુડના જુના પિક્ચરો જે દોસ્તી ઉપર બનેલા છે એના બાળ કલાકારો યાદ આવી જાય જેમ કે, મયુરને આજે પોતાની હીરોની બદલે મુકદ્દર કા સિકંદરના નાનો અમિતાભ આજે પણ લોકોને યાદ છે. દીક્ષા જોષીની નાની ભૂમિકા હોવાથી એટલું કંઈ ખાસ આવતું નથી આવા નાના રોલ મિત્રતામાં કરી લીધા હોય.

ડિરેક્ટર વિશાલ વડા વાલા સુભાષભાઈની જેમ થોડીક વાર ઝલક નોંધાવી જાય છે. ફિલ્મની કઈ નોંધનીય બાબતો હોય તો એ છે તેની લંબાઈ જો આ ટુંકાવી હોય તો થોડું વધારે જામે. બાકી પોરબંદરનો ખલાસીનો મેળો હંમેશા જોવા જેવો હોય છે, એના દ્રશ્ય ડ્રોન સુટ દ્વારા અમુક જોવાની બહુ જ મજા આવે છે, થીયેટરમાં જ જોવાની મજા પડે એવી ફિલ્મ “સમંદર” છે.

તો પ્લીઝ વેકેશનમાં ફેમિલી સાથે “સમંદર”ની ઠંડક માણવા પહોંચી જાવ. ખાસ બુક માય સોથી જજો જેથી ટિકિટ કન્ફર્મ મળી જાય આમેય 44′ ડિગ્રી ગરમી તો છે જ..!

તિહાઈ ટાઈટલ હેઠળ પ્રીમિયરમાં સુંદર વ્યવસ્થા હતી Abhilash Ghodaના સ્પેશિયલ ભાગરૂપે હાજર રહી સર્વે કામમાં ધ્યાન આપ્યું હતું એક મીડિયા મિત્ર તરીકે અભિલાષભાઇના સ્પેશિયલ આમંત્રણ બદલ ખુબ ખુબ આભાર અને થોડા ફોટોશૂટ મીડિયા માટે અને મેગેઝીન માટે આપણા સેલિબ્રિટી ફોટોગ્રાફર જયેશભાઈ વોરાએ પણ કરી આપેલ હતા. ટેકનિકલ તથા તમામ ટીમને ફરી એકવાર ખૂબ ખૂબ શુભેચ્છા…

(ફિલ્મ રીવ્યુ જયેશ વોરા️)