Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન Entertainment

ગુજરાતી ફિલ્મ “રણભૂમિ”નું ગુલમહોર પાર્ક ખાતે પ્રીમિયર યોજાયું

(રીઝવાન આંબલીયા)

ફિલ્મની મુખ્ય હિરોઈન શીતલ પટેલ જેઓ વ્યક્તિગત રીતે તેઓ ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે. ચાલુ સર્વિસ દરમિયાન આ રોલ કરવા માટે એમના વડા કમિશનર સાહેબની મંજૂરી પણ મેળવી હતી.

ગુજરાતી ફિલ્મ રીવ્યુ “રણભૂમિ”

ગુજરાતી ફિલ્મ “રણભૂમિ” પ્રીમિયર મુકતા થિયેટર ગુલમહોર પાર્ક ખાતે યોજાયું હતું. નિલેશ ભાઈ ચોવટીયા રણભૂમિ ફિલ્મના પ્રોડ્યુસર ડિરેક્ટર અને સ્ટોરી રાઇટર એમ  ત્રણ જવાબદારી નિભાવવા સાથે એક અદભુત ફિલ્મ બનાવી  અમને નિહાળવાનો બધાને મોકો મળ્યો. ઘણા સમય પછી પોળના શૂટિંગમાંથી બહાર નીકળીને કંઈક નવું ગુજરાતી પિક્ચરમાં લોકેશન જોવા મળ્યું જે છેલ્લે એવોર્ડ વિનર કચ્છ એક્સપ્રેસમાં જોયેલું.

આ ફિલ્મ વિશે ઘણું બધું ઘણા બધા પેપરમાં લખાઈ ચૂક્યું છે. છતાં મારા ભાગે જે મેં જોયું અને જે મેં મહેસુસ કર્યું, એ મારે મેન્શન કરવાની તમન્ના છે અને અમારો એક ચાહક વર્ગ પણ છે. જેમને આ ફિલ્મ કેવી છે એ જાણવાની ઈચ્છા પણ છે જ.

ફિલ્મ “રણભૂમિ” જ્યારે શરૂ થાય ત્યારે તમને એવું લાગે કે, અમિતાભ બચ્ચનની એક લાઈન હતી ‘કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા..’ એક ટુરીઝમ ફીલ્મ શરૂઆતમાં એવું લાગે કે, કચ્છને બતાવવાનું વાઈટ રણ, ટેન્ટ સીટી, આવુ ઘણું બધુ ટુરીઝમ માટે એક ફિલ્મ હશે. પણ એવું જરાય નથી, ધીરે ધીરે સ્ટોરી આગળ વધે છે, બહુ જ સરસ ભૂમિકા સરપંચની છે. જાણીતા કલાકાર ધરખમ અવાજના માલિક મેહુલ બુચની બહુ જબરજસ્ત કીરદાર નિભાવ્યો છે. સ્ટોરીની અંદર ત્યારબાદ એક વળાંક આવે છે, જેમાં લેડીઝને એજ્યુકેશનનો વિષય પણ આવે, સાથે એક ડ્રેસિંગનો વિષય આવે કે, ડ્રેસ ઉપરથી ભણતરનું જજમેન્ટ નહીં કરવું જોઈએ. થોડી અંધશ્રદ્ધાની વાત આવે છે. ત્યારબાદ દીકરીને દૂધ પીતી કરવાનો એક જુનવાણી રિવાજ ગામમાં હતો. આવા એક નાનકડા ગામમાં લવ સ્ટોરી‌ પણ હોય અને પ્રેમીઓની હત્યા થઈ જાય. ઘણા બધા પોઇન્ટ ચાલુ કરવામાં લખવામાં સ્ટોરી રાઇટર તરીકે દરેક જાતનો મસાલો છે. બીજી વાત સાથે આર્મીમેન પણ છે. આંતકવાદ પણ બતાવવામાં આવ્યો છે. સૌથી સારી એ બાબત છે કે, આ બધા પોઇન્ટની સુંદર જાળવણી કરીને એક સરસ મજાની સુંદર સ્ટોરી પ્રેઝન્ટ કરવામાં આવી છે. ક્લાયમેકસ જબરજસ્ત છે.. હાલ સમસ્યા અને એજ્યુકેશનની સાથે સ્ત્રીઓને હથિયાર પણ એટલા જ શીખવા જરૂરી છે. બાકી બધા કલાકારોએ પોતાનું બેસ્ટ વર્ક આપ્યું છે.

થોડી વાત ફિલ્મની મુખ્ય હિરોઈન શીતલ પટેલ વિશે કરવાની હતી જેવોની આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. વ્યક્તિગત રીતે તેઓ ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે. ચાલુ સર્વિસ દરમિયાન આ રોલ કરવા માટે એમના વડા કમિશનર સાહેબની મંજૂરી પણ મેળવી હતી. ફિલ્મની સ્ટોરી એકદમ સરસ હોવાથી પોલીસ વિભાગ તરફથી પૂરતો સહકાર આપવામાં આવ્યો હતો. પહેલી ફિલ્મ હોવા છતાં પરફેકસન જબરજસ્ત હતું. શક્ય છે આપણે આગળ હજુ પણ શીતલ પટેલને એક અલગ આવા જોરદાર કીરદારમાં નિહાળીશું. પ્રથમ ફિલ્મ સાથે મેઇન રોલ બહુ નસીબદાર લોકોને જ મળે છે..!

અભિનેતા હર્ષલ માકડ પોતાના ભાગે આવેલો રોલ પરફેક્ટ નિભાવ્યો છે. સાથી કલાકારો વિપુલ વિઠલાણી, પૂજા સોની, મૈત્રેશ વર્મા, પારુલ જેઠવા, યોગેશ જેઠવા, (PARU N GURU) રાજીવ પંચાલ, ચેતસ ઓઝા, ભાવિકા ખત્રી, ચિંતેશ ઓઝા, પરેશ રાઠોડ, તેમજ માનિન ત્રિવેદી ઘણા બધા કલાકારો છે વિગેરે તમામ કલાકારોએ જેઓનું નામ નથી તેઓએ પણ પોતાનું બેસ્ટ આપેલ છે.

એક મારા તરફથી રિક્વેસ્ટ તમામ ગુજરાતી લોકોને છે કે, પ્લીઝ થિયેટરમાં જ ફિલ્મ જોવા જાવ. તો જ આપણને ભવિષ્યમાં આપણી ધરોહરને જાળવનારી ફિલ્મ જોવા મળશે. જેટલો પ્રેમ રાષ્ટ્રભાષા હિન્દીને બતાવીએ છીએ એટલો જ પ્રેમ આપણી માતૃભાષા વખતે પણ હોવો જોઈએ. તો ખરેખર ફુલ ફેમિલી સાથે ફિલ્મ જોઈને આવો. ખરેખર ખૂબ મજા આવશે આજે અમે બે ત્રણ યંગ છોકરાઓને પણ ઇન્ટરવ્યૂ લીધા તો તમે પણ જોઇ આવો અને આપણી માતૃભાષાનું ઋણ ચૂકવો.

ફિલ્મની એન્ટ્રીમાં હમ દિલ દે ચૂકે સનમની ઐશ્વર્યા રાયની એન્ટ્રી અચૂક યાદ આવી જશે. કેમેરા એંગલ થી.. સૌથી વધારે માર્ક હું આર્ટ ડિરેક્ટર, ચેતન ચુડાસમા અને સ્કોચ્યુમ ડિઝાઈનર રજત ભટનાગરને આપીશ.‌ ખૂબ ખૂબ સ્પેશિયલ અભિનંદન…!

હવે તો લખવા કરતા. તમે જાતે ફિલ્મ માણી આવો. તમારા દ્વારા આવું આબેહૂબ કચ્છ પડદા પર નિહાળી શક્યા.
ફરી એકવાર પડદા પર જોવાની ઈચ્છા સાથે.. ફિલ્મ સાથે જોડાયેલ તમામ વ્યક્તિ તથા ટેકનિકલ સ્ટાફ વગેરેને પોતાની મહેનત બદલ ખુબ ખુબ અભિનંદન…!

ફિલ્મનું માર્કેટિંગ પ્રમોશન અભિલાષ ઘોડા દ્વારા કરવામાં આવ્યું છે.‌

Film review Jayesh vora