Safeer News

Breaking News from Ahmedabad

Entertainment મનોરંજન

પીવીઆર ખાતે ગુજરાતી ફિલ્મ પ્રીમિયર ‘જય માતાજી’ લેટ્સ રોક યોજાયું

(Rizwan Ambaliya) 

અમદાવાદ પીવીઆર ખાતે ગુજરાતી ફિલ્મ જોરદાર કોમેડી જય માતાજી લેટ્સ રોકનું પ્રીમિયર શોનું આયોજન કરવામાં આવ્યું 

Gujarati Film Review Jayesh Vora

અત્યારે ટેન્શન સમય ચાલી રહ્યો છે. ત્યારે લોકોનું ધ્યાન સરહદ પર અને પોતાના સ્ક્રીન્સની અંદર વધારે છે. બૉમ્બ ફૂટી રહ્યા છે. ત્યારે એક સુંદર ફિલ્મ પોતાની ગુજરાતી ભાષામાં આવી છે.

સ્ટોરી કંઈક આ રીતે છે : એક દાદી જે વૃદ્ધાશ્રમમાં રહે છે, તેમનો દીકરો અને પૌત્ર તેને લેવા જાય છે. દાદીને નવાઈ લાગે છે કે, આ લોકો મને પાછા કયા કારણસર લેવા આવ્યા. દાદીનો પરિવાર તેની આગતા-સ્વાગતા કરે છે. તેની પુત્રવધૂ તેના પગ દબાવે છે. નવી નવી વાનગી જમાડે છે. દાદીનો બીજો દીકરો પણ પહોંચી જાય છે, એ પણ તેમને પોતાના ઘરે રાખવાના પેંતરા કરે છે. સરકાર તરફથી સમાચાર આવે છે કે, ૮૦ વર્ષથી મોટી ઉંમરના લોકોને સરકાર પેન્શન આપી રહી છે. એ પણ મહિને એક લાખનું..! તો આ લાલચમાં દાદીને ઘરે લાવવામાં આવ્યા છે. અહીંયાથી વાર્તા ચાલુ થાય છે. ગુજરાતી ફિલ્મ ‘જય માતાજી લેટ્સ રૉક’

અત્યારે ગુજરાતી બની રહી છે નવા નવા સબ્જેક્ટ પર એ ગુજરાતી હોવાનો ગર્વની વાત છે. ‘જય માતાજી લેટ્સ રોક’ની વાર્તા રસપ્રદ છે અને સરળ છે. ફિલ્મના ડિરેક્ટર મનીષ સૈનીને અગાઉ ‘ઢ’ અને ‘ગાંધી ઍન્ડ કંપની’ માટે નેશનલ એવૉર્ડ વાળી ફિલ્મ બનાવી ચૂક્યા છે. ‘ઢ’ ફિલ્મમાં જાદૂના ખેલ જોવા જતા બાળકોની વાત છે. જેમાં નસીરુદ્દીન શાહે રોલ કર્યો હતો. તો ‘જય માતાજી લેટ્સ રોક’માં ગુજરાતી ફિલ્મના સૂપર સ્ટાર મલ્હાર ઠાકર છે. મલ્હાર ઠાકરને ગુજરાતના દર્શકોએ સ્વીકાર્યા છે અને તેમને સ્ક્રીન પર જોવા ગમે છે. સાથે ‘જય માતાજી લેટ્સ રોક’માં ટિકુ તલસાણીયા, વંદના પાઠક, શેખર શુક્લા, શિલ્પા ઠાકર અને આર્યન પ્રજાપતિ છે. બાળ કલાકાર આર્યન પ્રજાપતિ મલ્હારના ભાઈના પાત્રમાં છે. વધુ માર્ક મેળવે છે, તેની-મલ્હાર અને વ્યોમા નંદી વચ્ચેની ‘ભાભી’ અને ‘દીદી’વાળી સીકવન્સ સરસ રીતે રજૂ થઈ છે.

આ એક પરિવાર છે. જેમના દાદી છે નીલા મુલ્હેરકર. તેમનું પાત્ર ધમાલ છે. કહે છે કે, તેઓ રિઅલ લાઇફમાં પણ એવા જ છે. ગુજરાતી ફિલ્મમાં સ્ક્રિન પર એંશી વર્ષના દાદી ગોગલ્સ પહેરીને, સ્વેગથી બીડી ફૂંકે છે- આ દ્રશ્ય જોવાની મજા પડે છે. એથી વધારે વૃદ્ધાશ્રમને પેન્શનના મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે. વૃદ્ધોને છોડી, તરછોડી દેવા તે વિષય પણ મજબૂત રીતે રજૂ થયો છે.

એક દ્રશ્યમાં એક વૃદ્ધા માજી અને મલ્હાર વચ્ચેનો સંબંધ ઉપસે છે. જેમના વચ્ચે કોઈ સંબંધ નથી, પણ લાગણી દેખાય છે. જેને ક્લાઈમેક્સમાં બહુ સરસ રીતે રજૂ કરી છે. શેખર શુક્લા, ટિકુ તલસાણીયા, આર્યન અને મલ્હાર હોવાથી હાસ્ય પણ હાસ્યસ્પદના લાગે તેવી રીતે પોતાના પાત્રમાં પરફેક્ટ છે.

ચેકબુક જેવો નવતર પ્રયોગ ફિલ્મના પ્રીમિયરના પાસ રૂપે થયો જે ગણાય લોકોએ સાચવીને રાખ્યા છે. આની વાહ વાહ અચૂક હોવી જોઈએ…ટિકુ ભાઈ અને શેખર શુક્લ વચ્ચેના દારુ પીતા પીતા કરેલી વાતચીતના દ્રશ્યો જોવાની મજા પડે છે. જોકે, રાઇટર – ડિરેક્ટર અને ઍડિટર પોતે જ હોવાથી મનીષ સૈનીએ સરસ કન્ટ્રોલ કર્યો છે.

ફિલ્મમાં એક લવ ટ્રેક છે. જેમાં મલ્હાર સાથે અભિનેત્રી વ્યોમાનું પાત્ર ટૂકું હતું. તેનું પાત્ર એ વિશે વાત કર્યા કરે છે જેના સાથે આજકાલ કોઈને સ્નાતસુચકનો સંબંધ નથી… નૈતિક શિક્ષણ..! આખા પરિવારના નામ સુરજ, ચંપો, ચમેલી એ પ્રકારના ફૂલોના છે. એટલે કે, બગીચો છે આખો પરિવાર! આવી નાની નાની કોમેડી વાર્તાના સિરીયસ મેસેજને હળવાઇથી રજૂ કરે છે.

યુદ્ધના વાતાવરણ સમાચારમાંથી બહાર નીકળવા થોડું ઠહેરાવ વાળું, થોડું હળવું અને મંદ મંદ આનંદ આવે તેવું કંઈક જોવું હોય તો ‘જય માતાજી લેટ્સ રોક’ જોઈ શકાય. નીલા મુલ્હેરકરની ગુજરાતી થોડી જુદી લાગે છે. ‘કરી રહ્યો છે, કરી રહી છે’ એવું બોલે ત્યારે ખૂંચે છે. પણ તેઓ દાદી છે. વૃદ્ધાશ્રમમાંથી પાછા આવ્યા છે. તેમનું મગજ હટેલું છે. તેમને જેમ કરવું હોય તેમ કરે! ઑકે. ઉત્કર્ષ મજમુદાર સાહેબ સાથેનો દાદીનો ટ્રેક પણ મજેદાર છે. ગીતો એવરેજ છે. પણ ફિલ્મમાં પ્રોપર પ્લેસ થયા છે.

‘જય માતાજી લેટ્સ રોક’ના અમુક દ્રશ્યમાં ભાવનાત્મક લાગણી અને હાસ્યનું મિશ્રણ થયું છે. એટલે કે, વાત ગંભીર છે
પણ અહીંયા સરસ રજૂ કરી છે ફિલ્મ સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓને ખૂબ ખૂબ અભિનંદન…