(રીઝવાન આંબલીયા)
આ ફિલ્મ “મૌનમ” ઘણા બધા લોકોની પ્રથમ ફિલ્મ હોવાથી એક નવી તાજગીનો અનુભવ છે.
અમદાવાદ,
અમદાવાદ શહેરના પીવીઆર સિનેમામાં એક સુંદર મજાની ફિલ્મ “મૌનમ”નું પ્રીમિયર યોજાયું હતું. આ ફિલ્મ સસ્પેન્સ, થ્રીલર તેમજ લવ સ્ટોરી ત્રણેય સબ્જેક્ટને આવરી લેતી સુંદર મજાની ફિલ્મ છે.
આ ફિલ્મ “મૌનમ” ઘણા બધા લોકોની પ્રથમ ફિલ્મ હોવાથી એક નવી તાજગીનો અનુભવ હતો, દરેક કલાકારોમાં કંઈક નવું કરવાની ક્ષમતા હતી, મ્યુઝિકથી લઈને ડીઓપી તમામ ટેકનિકલ કલાકારોનું કામ જોરદાર હતું, એક્ટર બાબતમાં દરેક લોકોને પોતાનું કામ ક્ષમતાપૂર્વક કરવાનો મોકો સરસ હતો, કોઈ ખાસ ઉલ્લેખ કરવો હોય તો ચેતન દૈયા તેમનો રોલ એક કોમેડી ઇન્સ્પેક્ટરના પાત્રમાં બોલીવુડને યાદ કરાવી દે તેઓ રહ્યો, જોકે તેઓ હંમેશા છવાયેલા જ રહે છે.
આંચલ શાહને સ્પીચ લેશ (મૌન) બતાવી હોવાથી તેમને અભિનયમાં વધારે જોર કરવું પડે, જોકે તે બાબતમાં એમને અદભુત કામ કર્યું છે, મૌલિકભાઈનું કામ પણ પરફેક્ટ છે થોડું નેગેટિવ છે પણ મજાનું છે, વાત કરીએ મેન એક્ટર ભાવિકભાઈ ભૌજક ડાયરેક્શન તથા ઘણી બધી જવાબદારી હોવાથી થોડું પાત્ર તરફ વધારે સિરિયસ થવાની જરૂર હતી. અહીંયા થોડું હંમેશા ધ્યાન રાખવું કે, પોતાનો રોલ પરફેક્ટ કરવા માટે થોડી વધારે મહેનતની જરૂર છે, જોકે અમિતાભની પણ શરૂઆતની 6 ફિલ્મો ફ્લોપ હતી ડિરેક્શન નથી કરી તો પણ, હવે પછીની ફિલ્મોમાં આનાથી પણ વધુ આકર્ષક રીતે અમને જોઈએ તેવી શુભેચ્છા પાઠવીએ છીએ.
સાથે સમગ્ર ટીમને એમની આ ફિલ્મ ખૂબ ખૂબ મજા લઇ જ રહે તેવી શુભકામના… તો આ વિક એન્ડ દરમિયાન આ ફિલ્મ ફેમિલી સાથે જોઇ આવો.
અત્રે એક ઉલ્લેખ કરવાનો બાકી છે આંચલ શાહ પોતે ડેન્ટિસ્ટ ડોક્ટર પણ છે.
(ફોટોગ્રાફ આપણા સેલિબ્રિટી ફોટોગ્રાફર જયેશભાઈ વોરા)
••• ● ● •••
Siddhi Vinayak Films & Entertainment
Directed, Ravi Sachdev
Written, Bhavik Bhojak
Producer, Ritesh Mavani
Starring,
Bhavik Bhojak, Aanchal Shah, Maulik Chauhan, Chetan Daiya,
Allok Thakar,
Maddy Kava,
Ruchita Chothani, Minakshi Jobanputra, & Charmy Kelaiya,
Child Artist, Hitarth, Jimmy, Asija, & Heer Thakkar.