અમદાવાદ ખાતે “ગુજરાતી ફિલ્મ ફેમીલી એવોર્ડ સીઝન 2- 2024″નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
(Rizwan Ambaliya)
આ કાર્યક્રમના પ્રસંગે ગુજરાતી ફિલ્મ ‘વાર્તા’નું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું હતું
“ગુજરાતી ફિલ્મ ફેમીલી એવોર્ડ સીઝન 2- 2024”નું અમદાવાદ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બીપીન પટેલ (ગોતા), રાજેન્દ્રસિંહ રાઠોડ, વિષ્ણુભાઈ વાઘેલા, જીતેન્દ્રસિંહ પરમાર હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મીડિયા સપોર્ટ તરીકે રિઝવાન આંબલીયા (મારું મંતવ્ય), આસિફ શેખ (સફીર), યોગેશ પંચાલ, જયેશ રાઠોડ, ચિરાગ શાહ, જયેશ વોરા, નરેશ પરમાર, મયુર ઠક્કર તથા પાર્થ કોટક હાજર રહ્યા હતા. કાર્યક્રમની અંદર મિલન વાઘેલા , સની પંચાલ, નીતીશ પંચાલ, લૌકિક માંડગે નદીમ વઢવાણીયા, સંજયસિંહ, બીપીન પરમાર, સોનિયા દવે, રશ્મી દવે, દેવાભાઈ વિલન, સૂર્ય બા વાઘેલા, મનન ભરવાડ, હિના ઝાલા, નવઘણભાઈની જોડી નિહારિકા દવે, પરાગ મહેતા, જુનિયર બોબી દેઓલ નીલ શાહ, મહારાજા નૌશિવ, નીરવ વાઘેલા કૃણાલ અમીન, સપના શર્મા, જનક ઠાકોર, કમલેશ વૈધ, વિશાલ સુથાર, અબ્દુલ મલેક, કૃપા સોલંકી પણ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ગુજરાતી ફિલ્મ ‘વાર્તા’નું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું હતું જેમાં ફિલ્મના સ્ટારકાસ્ટ આનંદ દેવમણી, આકાંક્ષા ભટનાગર, હેતલ બારોટ, ઇલેશ શાહ, હર્ષ કાવઠીયા, ઋષભ શ્રીમાળી, ચૈતન્ય ચૌધરી, નિવેદિતા મુખી, ગ્રાન્સી કનેરિયા, ચાર્લ્સ રાજ, આનવી પી કક્કર, પ્રિયલ ભટ્ટ, નૈસર્ગ મિસ્ત્રી તથા ફિલ્મના નિર્માતા રાજેશ એમ ચૌહાણ સહ નિર્માતા રાજેન્દ્રસિંહ રાઠોડ, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર મુવી વાલે એન્ટરટેનમેન્ટ અને દિગ્દર્શક તરીકે જસ્મીત કુમાર ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમના એન્કરિંગ તરીકેની જવાબદારી ઉષા પરમારે ખુબ જ સારી રીતે નિભાવી હતી. આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન નકુલ વછેટા, વિશાલ સિંહ પરમાર, કૌશિક વછેટા, રાજેશ રાવત તથા રાહુલ પંચાલે કર્યું હતું.