“ભલે પધાર્યા” ફિલ્મનો સ્પેશિયલ મહેમાનો માટે PVR ખાતે પ્રીમિયર શો રાખવામાં આવ્યો
(રીઝવાન આંબલીયા)
પીવીઆર ખાતે એક જ થિયેટરમાં ભલે પધાર્યા ફિલ્મનો એક સ્પેશિયલ મહેમાનો માટે પ્રીમિયર શો રાખવામાં આવ્યો હતો.
ફિલ્મ “ભલે પધાર્યા”ની ટોટલ સ્ટાર કાસ્ટની હાજર રહી હતી. જબરજસ્ત કોમેડી સાથેની હોરર ફિલ્મ છે. પબ્લિકને આ ડબલ કોકટેલ માણવાની ખૂબ મજા પડી પાર્ટ વનમાં કોમેડી વધારે છે અને ઇન્ટરવલ પછી હોરર જબરજસ્ત છે. તો આ બંનેનું સમન્વય એટલે ફિલ્મ “ભલે પધાર્યા”.
કેમેરા વર્ક, બ્રેક ગ્રાઉંડ મ્યુઝિક, ટેકનિકલ તમામ રીતે ફિલ્મ માણવાની મજા આવશે. કોઈપણ રીતે મનોરંજન સાથે ફિલ્મ નીચે ઉતરે તેવી નથી.. ટૂંકમાં પૈસા વસૂલ ફેમિલી ફિલ્મ છે. ફિલ્મની અંદર ભરત ચાવડા, પ્રેમ ગઢવી, સૌરભ રાજ્યગુરુ આ ત્રણેય મિત્ર મુખ્ય ભૂમિકામાં છે. આ ત્રણેયની કેમેસ્ટ્રી દિલ ચાહતા હૈ અને થ્રી ઈડિયટની યાદ જરૂરથી અપાવશે અને ત્રણેય વ્યક્તિ હંમેશા એક ફ્રેમમાં સાથે જોવાની અલગ મજા છે. અભિનેત્રી તરીકે કાજલ વશિષ્ઠ કરીને નવી અભિનેત્રી છે સારું કામ છે. થોડીવાર માટે ચેતન દૈયા અને રાગી જાની, નિલેશ બ્રહ્મભટ્ટ, નાનો રોલ હોવા છતાં હંમેશ મુજબ પોતાની છાપ છોડી જાય છે. કૌસંબી ભટ્ટ હર્ષિદા પાટડીયા અને વૈશાખ રતનબેન નાના રોલમાં પોતાનું પરફેક્શન આપી જાય છે.
ફરીથી એકવાર પ્રોડ્યુસર ડિરેક્ટર સાથે ફિલ્મની તમામ ટેકનિકલ ટીમને ખુબ ખુબ અભિનંદન સ્પેશિયલ આભાર. પી.આર રવીશ ભાઈ જૈન, જેઓએ પોતાની જવાબદારી બખૂબી નિભાવી હતી.
Film review Jayesh vora