Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત અમદાવાદ

ગુજરાતમાં લીકર પરમિટ હોલ્ડરોની સંખ્યામાં સતત વધારો

અમદાવાદમાં સૌથી વધુ ૧૩,૪૫૬ પરમિટ હોલ્ડર

અમદાવાદ,
એક લાંબા સમયથી ડ્રાય સ્ટેટનો દરજ્જાે ધરાવનાર ગુજરાતમાં લીકર પરમિટ હોલ્ડરની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. અહીં ત્રણ વર્ષમાં સ્વાસ્થ્યના આધાર પર લીકર પરમિટ હોલ્ડરની સંખ્યામાં ૫૮ ટકાનો વધારો થયો છે. રાજ્યના નશાબંધી વિભાગના આંકડા અનુસાર નવેમ્બર ૨૦૨૦માં ૨૭,૪૫૨ પરમિટ હોલ્ડરના મુકાબલે હવે ગુજરાતમાં ૪૩,૪૭૦ પરમિટ હોલ્ડર છે.

સૂત્રોના અનુસાર નવી પરમિટ અરજીઓ પર ઝડપથી કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેથી રાજ્યમાં દારૂની દુકાનોનું વેચાણ વધ્યું છે. આંકડા પરથી ખબર પડે છે કે, અમદાવાદમાં સૌથી વધુ ૧૩,૪૫૬ પરમિટ હોલ્ડર છે. ત્યારબાદ સુરતમાં ૯,૨૩૮, રાજકોટમાં ૪,૫૦૨ વડોદરામાં ૨,૭૪૩, જામનગરમાં ૨,૦૩૯ અને ગાંધીનગરમાં ૧,૮૫૧ પરમિટ ધારકો છે.

એંઝાઇટી, હાઇપર ટેંશન અને ઉંઘ ન આવવાની ઘટનાઓના કારણે ૪૦ વર્ષથી વધુ ઉંમરના લોકો દારૂની સ્વાસ્થ પરમિટ માટે અરજી કરી રહ્યા છે. રાજ્યના નશાબંધી વિભાગ અને એક્સાઇઝ ડિપાર્ટમેંટ પણ દારૂની પરમિટની અરજીઓને મંજૂરી આપી રહી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, કેટલાક કિસ્સાઓમાં પરમિટ ધારકના મૃત્યુ પછી પરમિટ આપોઆપ રદ થઈ જાય છે. જ્યારે ગુજરાતમાં ૨૦૨૩માં દારૂના કુલ વેચાણમાં ગયા વર્ષની સરખામણીમાં ઓછામાં ઓછો ૨૦ ટકાનો વધારો થયો છે. અહીં દારૂનું વેચાણ વધવાનું મુખ્ય કારણ વિઝિટર પરમિટ પણ છે. આ વખતે વિઝિટર પરમિટમાં ૩૦ ટકાનો વધારો થયો છે.

વાસ્તવમાં, વર્લ્ડ કપ અને T૨૦ કાર્યક્રમોને કારણે મુલાકાતીઓની પરમિટમાં વધારો થયો છે. તો બીજી તરફ એક હોટલ વ્યવસાય સાથે જાેડાયેલા વ્યક્તિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વ્હાઇટ રમની માંગ પણ વધી છે કારણ કે ટ્રાવેલ કરનાર લોકો મોટાભાગે પસંદ કરે છે. એક અન્ય હોટલ વ્યવસાયીએ જણાવ્યું હતું કે, વધુ માંગના લીધે સિંગલ મોલ્ત અને વાઇન સહિત ઇંપોર્ટેડ દારૂની અમારી ખરીદી એક વર્ષમાં ઓછામાં ઓછી ૪૦ ટકા વધી ગઇ છે.

તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં હાલમાં લગભગ ૭૭ હોટલો પાસે દારૂની પરમિટની દુકાનો છે, જ્યારે નવી દારૂની દુકાનો ૧૮ અરજીઓ પ્રોસેસમાં છે.

 

(જી.એન.એસ)