(Rizwan Ambaliya)
‘જીસા-૨૦૨૫ એવોર્ડ’માં ખુબ જ મોટી સંખ્યામાં દર્શકો આ વિશિષ્ટ શોને માણવા હાજર રહ્યા હતા.
નીક ફિલ્મ્સના ડાયરેક્ટર નીતિશ પંચાલ અને ભુમિકા પંચાલના સંચાલન હેઠળ ગુજરાત આઈકોનિક સ્ટાર એવોર્ડ-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી ફિલ્મ અને નાટકના વિવિધ કલાકારો ઉપરાંત યુ-ટ્યુબર આલ્બમના કલાકારોને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે તા. ૧૧-૦૫-૨૦૨૫, રવિવારના રોજ સાંજે ૬.૦૦ થી ૧૦.૦૦ના સમયમાં શ્રી સ્વામીનારાયણ ઇન્ટરનેશનલ સ્કુલ, રાણીપ, અમદાવાદ ખાતે સતત ત્રીજી વખત નોમિનેટ થયેલા પાસેથી કોઈપણ પ્રકારના ચાર્જ લીધા વગર સફળતાપૂર્વક સુંદર અને વ્યવસ્થિત આનંદ ઉલ્લાસથી આ ભવ્યાતિભવ્ય એવોર્ડ શો વિશિષ્ટ મહાનુભાવો, આમંત્રિત મહેમાનો સાથે સંપન્ન થયો હતો.
આ એવોર્ડ શોમાં ખુબ જ મોટી સંખ્યામાં દર્શકો આ વિશિષ્ટ શોને માણવા હાજર રહ્યા હતા. ઉપસ્થિત સહુએ આયોજકોના આવા વિશિષ્ટ આયોજનને બિરદાવી પ્રસન્નતા વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી તેમનો આભાર વ્યક્ત કરી નવા નવા ક્રિએટીવ કોન્સેપ્ટના કાર્યક્રમ કરવા શુભકામના વ્યક્ત કરી પોતાનો સંપુર્ણ સાથ, સહકાર અને સહયોગ આપવાની ખાત્રી આપી હતી.
અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનના વરદ્ હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. સાથે અન્ય મુખ્ય મહેમાનો શ્રી કમલેશભાઈ પંચાલ, શ્રીમતી ભાવનાબેન પંચાલ, શ્રી પારૂલબેન સંદીપભાઈ જોબનપુત્ર, શ્રી જગદીશભાઈ પંચાલ, શ્રીમતી રશ્મિકાબેન પંચાલ, શ્રી હર્ષિદાબેન પંચાલ, શ્રી ડૉ. સ્મિતભાઈ પટેલ જોડાયા હતા. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
મુખ્ય આમંત્રિત મહેમાનોમાં ભાવિની જાની (સુપ્રસિદ્ધ અભિનેત્રી), પ્રાપ્તી અજવાલીયા (ફિલ્મ અભિનેત્રી), જીજ્ઞેશ મોદી (એક્ટર), દેવ પગલી (સીંગર), પશ બારોટ (સીંગર) ઉપરાંત દેવર્શ પંચાલ, અંકિત બારોટ, સુનિતા ભાવા, નતાશા ડિસોઝા, શાહીન પરવીન, મનીષ જોષી, કમલેશ વૈદ્ય, ડો. કલ્પેશ પટેલ, નીલમ ગજજર, રજની જૈન હાજર રહ્યા હતા.
‘જીસા-૨૦૨૫ એવોર્ડ’ના સ્પોન્સર તરીકે ડિમ્પલ દવે અને પુજા કનોજીયા (ડાન્સ પ્રકૃતિ), તુષારભાઈ સોની અને કલ્પેશભાઈ સોની (ચાંદીકલા), હર્ષિદાબેન પંચાલ (આર સ્ક્વેર ઇવેન્ટ), નકુલ વછેટા (પુજા ડિજીટલ સ્ટુડિયો), સંદીપ સોની (પી. એસ. ગોલ્ડ), ચંદુભાઈ (આયુષ ડિઝાઈન સ્ટુડિયો), નૌસીલ વમાં (મહારાજા ફિલ્મ ફેસ્ટીવલ), મયુર ઠક્કર (ઓમ વેલનેસ), સની પંચાલ (સેમ્સ પ્રોડકશન), વિશાલ સુધાર (શ્રી વીદ્યા ફિલ્મ પ્રોડક્શન), મીત પટેલ (માવ ક્રિએશન), કિશ પિત્રોડા (ક્રિશ સંગીત મેકર), બિંદુ થત્રિય (સામાજીક કાર્યકર), પીનલ રાવલ (સ્મીતાસ), અંકિતા સોની (રવીશ ઇવેન્ટ), ભાવનાબેન પ્રજાપતિ (પવનપુત્ર વેડીંગ ઇવેન્ટ ડિઝાઈન, ડેકોર એન્ડ પ્રોડકશન), દિપક ચોક્સી અને શીતલ ચોક્સી (ડી કે જવેલર્સ), મેહુલ બારોટ (મોકટેલવાળા), અલ્પેશ મકવાણા (જયશ્રી ચામુંડા સાઉન્ડ, રાણીપ), અમીત રાજપુત (શીલ્ડ સિક્યુરિટી) જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા.
વ્યુઅર્સ ચોઇસ ફિલ્મ વોટીંગ વિજેતા
પાર્થ કોટક (બેસ્ટ ફિલ્મ કાસ્ટીંગ ડાયરેક્ટર, S2G2), હિરન પરિહાર (યા દેવી સર્વભૂતેષુ, બેસ્ટ ફિલ્મ લીરીક્સ), નિકુંજ મોદી (વિશ્વાસ્થા, બેસ્ટ ડેબ્યુ ડાયરેક્ટર), કવીશા સંઘવી (યા દેવી સર્વભૂતેષુ, બેસ્ટ ફિલ્મ ફિમેલ ડેબ્યુ), વિવેક બુચ (દૈત્ય, બેસ્ટ મેલ ડેબ્યુ), ચીલ્કા પ્રિત (યા દેવી સર્વભૂતેપુ, ભેસ્ટ સપોટટંગ ફિમેલ રોલ), દિલીપ કુમાર (પ્રતિકાર, બેસ્ટ સર્પોટીંગ મેલ રોલ), મીતુલ ગુપ્તે દિત્ય (બેસ્ટ ડાયરેકટર), મમતા સોની (પ્રતિકાર, બેસ્ટ એક્ટ્રેસ), મૌલિક ચૌહાણ (S2G2, બેસ્ટ એક્ટર), આરવ પટેલ અને પ્રિન્સ પટેલ (યા દેવી સર્વભૂતેપુ, બેસ્ટ ફિલ્મ).
વ્યુઅર્સ ચોઈસ ડ્રામા વોટીંગ વિજેતા
સંદીપ વ્યાસ અને રૂષીકેશ ઠક્કર (રાઈટર, વિદેશી વહુ તને શું કહું), સત્યમ જોષી ડિબ્યુ એકટર, (વિદેશી વહુ તને શું કહું) પ્રથા ટુકડીયા (સર્પોટીંગ એકટર, વિદેશી વહુ તને શું કહું), કેતન ચૌધરી (સર્પોટીંગ એકટર, વિદેશી વહુ તને શું કહું), નિશીથ બ્રહ્મભટ્ટ (બેસ્ટ ડાયરેક્ટર, લગન કર્યા ને લોચા પડ્યા), નિધી ઉપાધ્યાય (બેસ્ટ એક્ટ્રેસ, લગન કર્યા ને લોચા પડ્યા), ગૌરાંગ જીડી (બેસ્ટ એક્ટર, લગન કર્યાં ને લોચા પડયા), વિવેક શાહ (બેસ્ટ ડ્રામા, લગન કર્યા ને લોચા પડ્યા),
વ્યુઅર્સ ચોઈસ વોટીંગ વિજેતા
નૈત્રી રાણા (પ્રોફેશનલ મોડલ), ગ્રીષ્મા વ્યાસ (એક્ટ્રેસ), નિકુલ રાખોલિયા (કોરીયોગ્રાફર), સાર્વી ભટ્ટ (ડાન્સર), તાન્યા શાહ (લાઈફ સ્ટાઈલ ઈન્ફલ્યુન્સર), પંક્તિ પાઠક (કોરીયોગ્રાફર), નિધી શાહ (લાઈફ સ્ટાઈલ ઇન્ફલ્યુન્સર), સ્નેહા ચૌહાણ (એક્ટ્રેસ), તપન વ્યાસ (કોરીયોગ્રાફર), પલ્લવી પટેલ (સીંગર), સત્યા પટેલ (એકટર), જીનલ રાણા (પ્રોફેશનલ મોડલ). આ બધાને ટ્રોફી, સર્ટીફિકેટ, ગીફટથી સન્માનિત કરી નવાજવામાં આવ્યા હતા.
આ એવોર્ડ શોમાં ઉપસ્થિત સહુમાં ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. કોઈપણ પ્રકારની ફી લીધા વગર નિઃસ્વાર્થભાવે પ્રોત્સાહિત કરવાના એકમાત્ર ઉદ્દેશ સાથે કરવામાં આવેલા આ પ્રોગ્રામથી સહુ કોઇ પ્રભાવિત થયા હતા અને ખુશી આનંદ સાથે એક સારા પ્રોગ્રામમાં આવ્યાના આનંદ સાથે છુટા પડયા હતા.
મીડિયા પાર્ટનર તરીકે મુખ્ય કે. ટીવી ન્યુઝ ચેનલ હતી. અન્યમાં મા ન્યુઝ ચેનલ, ઓન્લી ગુજરાત ન્યુઝ ચેનલ, સ્કાયનેટ ન્યુઝ ચેનલ, રફતાર ન્યુઝ ચેનલ, સાંપ્રત ન્યુઝ ચેનલ, ઓસ્કાર ન્યુઝ ચેનલ, જી ૧૨ ન્યુઝ ચેનલ, આંખો દેખી ન્યુઝ ચેનલ, ગુજરાતનો બેલી ન્યુઝ, એન. જી. ન્યુઝ, કે. એસ. ન્યુઝ, મારું મંતવ્ય ન્યુઝ, સફીર ન્યુઝ, ભુમિ સંગ્રામ ન્યુઝ દ્વારા સમગ્ર ઈવેન્ટનું કવરેજ કરવામાં આવ્યું હતું.
અંતમાં આયોજકો દ્વારા સહુનો આભાર માનવામાં આવ્યો હતો.