Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ Business

GROWTH AWARD : YMCA ક્લબમાં “ગ્રોથ એવોર્ડ્સ” 4th એડિશનનું આયોજન કરવામાં આવ્યું

(રીઝવાન આંબલીયા)

આ એવોર્ડમા બિઝનેસમેન જે સાહસિક અને સફળ છે તેમને સન્માનિત કરવામાં આવે છે.

અમદાવાદના YMCA ક્લબમા ૧૭મી ઓગસ્ટના રોજ  ગ્રોથ એવોર્ડ્સના 4th એડિશનનું આયોજન કરવામા આવ્યું હતું. આ એવોર્ડ શો માં મુખ્ય અતિથી તરીકે રાકેશ બેદી બોલીવુડ એક્ટર હાજર રહ્યા હતા. મૂડ ઓફ વૂડ ટાઇટલ સ્પોન્સર હતું.

IFEA એસોસિએશને આ શોને સપોર્ટ કર્યો હતો. આ એવોર્ડમા બિઝનેસમેન જે સાહસિક અને સફળ છે તેમને સન્માનિત કરવામાં આવે છે. આની પેહલા ૩ એવોર્ડ્સ શો આયોજિત કરવામાં આવ્યા હતા જે અમદાવાદ, પુણે અને  મુંબઈમા રાખવામાં આવ્યા હતા. આ એવોર્ડ શોમા ફૂડ, એજયુકેશન, હોસ્પિટાલિટી, વેલનેસ, ફર્નિચર, ઇન્ડસ્ટ્રીઝ વગેરે કેટેગરીની કંપનીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સુંદર રીતે પાર પાડવામાં આવ્યું હતું.