ઈઝરાયેલ હમાસ મૌખિક સંઘર્ષ શરુ : આ વખતે વાતચીતની સફળતાની સંભાવનાઓ વધારે છે.
કૈરો,તા.૪
ઘણા સમયથી ગાઝા પટ્ટીમાં ચાલતા ઈઝરાઈલ હમાસના લોહિયાળ સંઘર્ષનો અંત લાવવા માટે વિશ્વના ઘણા દેશો પ્રયત્નશીલ છે. તેમાંનો એક દેશ છે ઇજિપ્ત. તેના પ્રયત્ન પાછળ એક અન્ય કારણ પણ હાજર છે. રફાહ સરહદ ઉપર શરણાર્થીઓ અને ગાઝા માટે આશ્રિતોનો જમાવડો થઇ રહ્યો છે. જે ઇજિપ્તના ભવિષ્ય માટે પણ પડકારરૂપ છે.
હવે ઘણા સમયથી ચાલતા શાંતિ અને વાતચીતના પ્રયત્નો સફળ થતા હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે.
હમાસના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર શાંતિ વાર્તા માટે તેમનું પ્રતિનિધિમંડળ કતારમાં તેના ચળવળના મુખ્ય મથકથી ઇજિપ્તના પાટનગર કૈરો પહોંચ્યું છે. જો આ વાતચીત સફળ થઇ જશે તો નજીકના ભવિષ્યમાં પરિણામો અલગ હશે. કારણ કે, અમે ઘણા મુદ્દાઓ પર સમજૂતી પર પહોંચી ગયા છીએ અને હવે માત્ર થોડા મુદ્દા ઉપર જ ચર્ચા બાકી છે. એક અનામી પેલેસ્ટિનિયન અધિકારીએ પણ આ જ પ્રકારનો આશાવાદ વ્યક્ત કર્યો છે.
અત્યાર સુધીમાં કોઈપણ યુદ્ધવિરામ બાદ હમાસને તોડી પાડવા માટે ઉગ્ર કામગીરી ફરી શરૂ કરવાના ઈઝરાયેલના આક્રમક વલણ અને અંતે અથડામણને કારણે હમાસની લાંબા સમયથી માંગણી દ્વારા વાટાઘાટોમાં અવરોધ ઊભો થયો છે. પરંતુ હવે જે રીતે ઈઝરાયેલમાં પણ બંધકોને મુક્ત કરવા માટે આંદોલન ઉગ્ર બનતું જાય છે તે જોતા આ વખતે વાતચીતની સફળતાની સંભાવનાઓ વધારે છે.
(GNS)