વાપી ટાઉન પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી મુન્ના અને પીડિતાના પિતા બન્ને મિત્ર જ હતા અને બંને પરિવારો આજુ બાજુમાં જ રહેતા હતા.
વાપી,તા.૧૨
રાજ્યમાં મહિલા સુરક્ષાઓના મોટા દાવાઓ કરવામાં આવે છે તેમ છતાં દરેક ઉંમરની મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ અવારનવાર બહાર આવે છે ત્યારે ઔદ્યોગિક નગરી વાપીમાં એક સગીરા પર પડોશી નરાધમે જ દુષ્કર્મ આચરી હવસનો શિકાર બનાવી હતી. આથી પીડીતા ગર્ભવતી થઈ ગઈ હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા વાપી ટાઉન પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઔદ્યોગિક નગરી વાપીના છેવાડે આવેલા એક શ્રમજીવી વિસ્તારમાં રહેતી એક પરિવારની દીકરી પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. પીડિતાના પિતાએ આ અંગે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવી છે. બનાવને ગંભીરતાથી લઇ પોલીસે આરોપી મુન્ના શ્રીવાસ્તવની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી મુન્ના શ્રીવાસ્તવ મૂળ બિહારનો છે. જે પોતે ત્રણ સંતાનોનો પિતા છે. તેમ છતાં તેણે માસુમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હોવાનું બહાર આવ્યું છે અને ચોકાવનારી બાબત એ પણ બહાર આવી છે કે, આરોપી મુન્ના શ્રીવાસ્તવ એ ફરિયાદીનો મિત્ર હતો અને પીડિતા પણ આરોપીને અંકલ કહીને સંબોધતી હતી. આમ એક નરાધમ અંકલે પીડીતાનો ભોળપણનો ગેરલાભ લીધો છે.
વાપી ટાઉન પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી મુન્ના અને પીડિતાના પિતા બન્ને મિત્ર જ હતા અને બંને પરિવારો આજુ બાજુમાં જ રહેતા હતા. બાળકીને થોડા દિવસ અગાઉ પેટમાં દુખાવો ઉપડતા પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જાે કે, તબીબોએ સગીરા ગર્ભવતી હોવાનું જણાવતા જ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. ત્યારબાદ સગીરાને વિશ્વાસમાં લઈ પરિવારજનોએ પૂછતા પીડીતાએ તેના ઘરની બાજુમાં રહેતા અંકલ બળજબરીપૂર્વક તેના ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનું પરિવારજનો સમક્ષ જણાવ્યું હતું.
જ્યારે પીડિતા ઘરે એકલી હોય ત્યારે નરાધમ મોકાનો લાભ લેતો હતો અને બળજબરી પૂર્વક પીડિતા પર દુષ્કર્મ આચરતો હોવાની હકીકત સામે આવી છે. આથી પરિવાર પણ ચોંકી ગયો હતો. પોતાની બાળકીને હવસનો શિકાર બનાવનાર નરાધમ પડોશીને સબક શીખવવા પરિવારજનોએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. વાપી ટાઉન પોલીસે પણ ફરિયાદને ગંભીરતાથી લઈ તાત્કાલિક હવસખોર આરોપીની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્ય અને દેશમાં મહિલાઓ અને બાળકીઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે .મોટેભાગે આરોપીઓમાં પીડિતાના નજીકના જ કોઈ સ્વજન કે, પરિચિત હોવાનું બહાર આવે છે. આ કિસ્સામાં પણ સગીર પીડિતાના બાજુમાં જ રહેતા અને પિતાના મિત્ર હોવાનું બહાર આવ્યું છે. આથી સમગ્ર પંથકમાં ચર્ચા મચી ગઈ છે. ભોગ બનેલ પીડિતાના પરિવારજનો આરોપીને દાખલારૂપ સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. તો પોલીસે પણ આરોપીને કડક અને દાખલરૂપ સજા મળે તે માટે જરૂરી તપાસ હાથ ધરી છે.
(એચ.એસ.એલ)