Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ

Eid-Ul-Fitr 2024 : શું છે “ઈદ-ઉલ-ફિત્ર” અને કેવી રીતે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે..?

“ઈદ-ઉલ- ફિત્ર”ના અવસરે મુસ્લિમો પરિવારજનોને અને મિત્રોને ભેટીને ઈદની મુબારકબાદ આપે છે.

અમદાવાદ,તા.૧૧/૦૪/૨૦૨૪ 

“ઈદ-ઉલ-ફિત્ર” ઈસ્લામિક કેલેન્ડરના શવ્વાલ મહિનાની શરૂઆતમાં મનાવવામાં આવે છે. વિશ્વભરમાં મુસ્લિમ સમુદાય “રમઝાન” મહિનામાં ઉપવાસ કરવા દરમ્યાન સ્વાસ્થ્ય સારુ રહ્યું, તે માટે અલ્લાહ તઆલાનો આભાર માને છે.

આ અવસર “રમઝાન”ના સમાપનનું પ્રતીક છે, “રમઝાન” ઈસ્લામમાં રોઝા (ઉપવાસ) કરવા માટેનો પવિત્ર મહિનો છે. આ દરમિયાન દુનિયાભરના મુસ્લિમ ઉપવાસ કરે છે. “ઈદ-ઉલ-ફિત્ર” એક મહિનાના ઉપવાસ કર્યા પછીનો એક તહેવાર છે એટલે કે, ઈશ્વર તરફથી રોઝેદારો માટે ખુશી કરવા માટેનો ઇનામ છે.

અર્ધચંદ્રને જોયા બાદ “ઈદ-ઉલ-ફિત્ર”ની તારીખ નક્કી કરવામાં આવે છે. ભારતમાં “ઈદ-ઉલ-ફિત્ર” 11 અપ્રિલ એટલે કે, ગુરુવારના રોજ મનાવવામાં આવશે. આ અવસરે લોકો નવા કપડા પહેરે છે, સ્વાદિષ્ટ વ્યંજન બનાવે છે અને દાન પુણ્ય કરે છે. આ અવસરે તેઓ પરિવારજનોને અને મિત્રોને ભેટીને ઈદની મુબારકબાદ આપે છે.

કહેવાય છે કે, પવિત્ર “રમઝાન” મહિના દરમ્યાન પયગંબર મોહમ્મદ (સલ્લાલાહુ અલયહે વસલ્લમ) પર પવિત્ર “કુરાન”ની પ્રથમ દૃષ્ટી પવિત્ર “રમઝાન” મહિનામાં પડી હતી. “ઈદ-ઉલ-ફિત્ર” પવિત્ર રમઝાન” મહિનામાં સવારથી સાંજ સુધી ઉપવાસ રાખવાનું સૂચવે છે, જે ઈસ્લામિક કેલેન્ડરના શવ્વાલ મહિનો ચાલુ થાય ત્યાં સુધી કરવામાં આવે છે. “ઈદ-ઉલ-ફિત્ર” સમગ્ર “રમઝાન” મહિના દરમ્યાન ઉપવાસ રાખવા માટે જે પણ શક્તિ મળે છે અને અલ્લાહની જે બંદગી કરી તે માટે અલ્લાહનો આભાર માનવા માટે ઊજવવામાં આવે છે.

એક સામાન્ય માન્યતા છે કે, ઈસ્લામમાં સારા કાર્યની 10 વખત ચૂકવણી કરવામાં આવે છે, જેથી “રમઝાન”માં 30 દિવસ ઉપવાસ કરવા દરમ્યાન દરેક વ્યક્તિને સમૃદ્ધિ અને શાંતિ મળે છે. આ પવિત્ર “રમઝાન” દરમ્યાન મુસ્લિમો ખુદને એક સારા કાર્ય માટે સમર્પિત કરે છે. પવિત્ર “રમઝાન”માં 30 દિવસના ઉપવાસ કર્યા પછી “ઈદ-ઉલ-ફિત્ર” અલ્લાહ તઆલા તરફથી રોઝેદારો માટે ખુશી કરવા માટેનો ઇનામ છે.

“ઈદ-ઉલ- ફિત્ર” મુબારક-

💐 મારા અઝીઝો 💐
આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી
“ઈદ-ઉલ- ફિત્ર” મુબારક
ઈદના આ મુબારક તહેવારના સદકામા અલ્લાહ તઆલા આપણા પ્યારા વતન સમગ્ર ભારતમાં ભાઇચારો, અમન, સુખશાંતિ અને જાહોજલાલી નસીબ ફરમાવે. (આમીન)
આસિફ શેખ
તંત્રી
“સફીર” (ન્યૂઝ પેપર)
&

safeer.co.in