Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

નવસારી હાઇવે પરથી ડ્રગ્સ ઝડપાયું, ડ્રગ્સની કિંમત કરોડોમાં

(Abrar Ahmed Alvi)

નવસારી હાઇવે પરથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ડ્રગ્સ બાબતે મોટું ઓપરેશન પાર પાડવામા આવ્યું હતું.
સુરત નજીક નવસારી હાઈવે પર આફ્રિકન મૂળની એક મહિલાને દોઢ કિલો હાઈ કોલેટીનો કોકેઈનના જથ્થા સાથે ઝડપી પાડી હોવાનું જાણવા મળ્યું છે.

આ ડ્રગ્સની કિંમત ઇન્ટરનેશનલ માર્કેટમાં 1.5 કરોડથી વધુ છે આ જથ્થો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ સંદર્ભે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ મોટું ઓપરેશન પાર પાડ્યું હતું.