(રીઝવાન આંબલીયા)
વિવેક શાહ પ્રોડક્શનનું નવું નઝરાણું વિદેશી વહુ વચ્ચેની દેશી ધમાલ એટલે કે, “વિદેશી વહુ તને શું કહું”
અમદાવાદ,તા.૨૪
વિવેક શાહ પ્રોડક્શન…. જે ગુજરાતનું સૌથી મોટું ડ્રામા પ્રોડક્શન કહેવાય છે જેના એક સાથે આઠ નાટક કોમર્શિયલ રીતે અલગ અલગ મૂળના ચાલી રહ્યા છે અને ચાર નવા ડ્રામા ફ્લોર પર તૈયાર થઈ રહ્યા છે જેનું જીઆર ચાલુ છે. વિદેશની ધરતી ઉપર દેશી સાસુ અને વિદેશી વહુ વચ્ચેની દેશી ધમાલ એટલે કે, વિવેક શાહનું નાટક “વિદેશી વહુ તને શું કહું”…
સહ પ્રસ્તુત કરનાર ચિન્મય અધિકારી, દિગદર્શક નિશ્ચિત કુમાર બ્રહ્મભટ્ટ, લેખક ઋષિકેશ ઠક્કર-સંદીપ વ્યાસ અને કલાકારોમાં પ્રથા ટુકડીયા, કેતન ચૌધરી, પૃથ્વી પાટીલ, સત્યમ જોશી, ચાર્મી કેલૈયા, કરિશ્મા પાટડીયા, નાટકના ગીતો લખ્યા હતા રક્ષા શુક્લ અને હરદ્વાર ગોસ્વામી જેમાં સંગીત જય પરીખનું હતું. સંગીત સંકલન માટે અંકિતભાઈ પટેલ કોરિયોગ્રાફર માનસી શાહ અને વિશેષ આભાર મા કર્તવ્યવભાઈ અને સહયોગમાં એ.જી પટેલ (ટુડાયા) સાથ આપ્યું હતું.
એક સરસ મજાનું ફેમિલી નાટકનો 50મો હાઉસફૂલ શો ઠાકોરભાઈ દેસાઈ હોલ, લો ગાર્ડન, ખાતે ગઈકાલે યોજાયો હતો. વિવેક શાહ પ્રોડક્શનના અન્ય નાટકો જેવા કે, “સસરા સધ્ધર તો જમાઈ અધ્ધર”, “લગન કર્યા અને લોચા પડ્યા”, “રંગ બદલતો માણસ”,અને “હવે બોલો હું કોણ” હવે મલ્હાર ઠાકરને લઈને એક અલગ પ્રકારનું જોરદાર નાટક લાવી રહ્યા છે. હંમેશા કંઈક નવું કરવાના આગ્રહ એટલે વિવેક શાહ જેવો એ ધુમ્મસ નામની ગુજરાતી ફિલ્મ પણ બનાવેલી,, જે સુપરહિટ સાબિત થઈ હતી.
નોંધનીય છે કે, 50મા શોની ખુશી નિમિત્તે કેક કટીંગનો કાર્યક્રમ હતો અને તમામ કલાકારોને એક સુંદર મજાની મોટી ટ્રોફી થી સન્માનિત કરવામાં આવ્યા હતા, સાથે એક બેગ અને સર્ટીફીકેટ પણ આપવામાં આવ્યું હતું. નાના મોટા તમામ કલાકારોની દરેક લોકોની સરાહના કરવી, અભિનંદન આપવા, ખુશી વ્યક્ત કરવી, એ હંમેશા વિવેકભાઈ એમનો વિવેક ક્યારેય ચૂકતા નથી…! છેલ્લે નાટકની તમામ ટીમને નામ લખવાના ભૂલી ગયા હોય એ લોકોને પણ ફરીથી ખૂબ ખૂબ અભિનંદન…
આ તમામ કાર્યક્રમની ફોટોશૂટ આપણા મીડિયા સેલિબ્રિટી જયેશભાઈ વોરાએ કરી હતી.