Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

ગુજરાતના જાણીતા ગાયક ડો.હેમંત જોશીનું નવું નોનસ્ટોપ ટ્રેક “વાંસલડી’ થશે રિલીઝ

(રીઝવાન આંબલીયા)

ગાયક કલાકાર ડો.હેમંત જોશી ખાસ જાણીતા છે તેમના સૌથી ઝડપી હનુમાન ચાલીસાનું ગાયન કરવા માટે જેઓ 2 મિનિટમાં પુરા હનુમાન ચાલીસા પુરા કરી દર્શકોને ભક્તિભાવમાં લિન કરી દે છે.

ગુજરાતી ગીતો અને આપણું લોકસંગીત સાહિત્ય આજે પુરા વિશ્વમાં ધૂમ મચાવી રહ્યું છે.

આપણી લોકસંસ્કૃતિ અને લોકસંગીતનો ભવ્ય વારસો જે ગુજરાતી કલાકારો જાળવી રહ્યા છે અને દેશવિદેશમાં પ્રસ્તુતિ કરી રહ્યા છે તેવા કલાકારોમાં ગુજરાતી કલાકાર ડો.હેમંત જોશી કે, જેમણે સંગીતમાં પી.એચ.ડી. ની ડિગ્રી મેળવી છે તેમણે પણ પોતાના ગીતો દ્વારા મનોરંજન જગતમાં કંઈક નવું આપવાના પ્રયત્નો હંમેશા કરી રહ્યા છે.

ગુજરાતના દાંડિયા કિંગ એવા ડો. હેમંત જોશીનું આગામી સમયમાં એક નવુ ગીત “વાંસલડી’ આવી રહ્યું છે જેમાં આપણા જાણીતા ગુજરાતી ગીતો, કૃષ્ણ ભક્તિના ગીતો અને નોનસ્ટોપ ગરબા તમને સાંભળવા મળશે.

ગાયક કલાકાર ડો.હેમંત જોશી ખાસ જાણીતા છે તેમના સૌથી ઝડપી હનુમાન ચાલીસાનું ગાયન કરવા માટે જેઓ 2 મિનિટમાં પુરા હનુમાન ચાલીસા પુરા કરી દર્શકોને ભક્તિભાવમાં લિન કરી દે છે.

પોતાના ગીતો અને ગરબા દ્વારા નવરાત્રીમાં પણ ખેલૈયાઓને ખૂબ ઝુમાવે છે અને જ્યારે દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચી સૌને મંત્રમુગ્ધ કરવામાં પણ સફળ થયા છે. તેઓએ ઓસ્ટ્રેલિયા, સાઉથ કોરિયા, દુબઈ, આફ્રિકા, શ્રીલંકા વિદેશમાં વસતા ગુજરાતીઓને પોતાના અવાજથી મંત્રમુગ્ધ કર્યા છે અને સતત વર્ષોથી મનોરંજન આપી રહ્યા છે.

“વાંસલડી” આ સુંદર નોનસ્ટોપ ટ્રેકમાં ગાયિકા દિવ્યા વેગડાએ પણ ડો.હેમંત જોશી સાથે સ્વર આપ્યો છે અને ખૂબ જલ્દીથી હેમંત જોશીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર સાંભળવા મળશે. જન્માષ્ટમીના ક્રિષ્નજન્મથી લઈને ‘માં ભગવતી’ના ગરબા સુધી દિવાળીના તહેવારોમાં શ્રી રામની આરાધના કરતાં આપણાં જાણીતા ગુજરાતી લોકગીતોનો રસથાળ આ એક જ ટ્રેકમાં આપને સાંભળવા મળશે.

તો આજે જ કલાકાર ગાયક ડો.હેમંત જોશીની ઓફિશિયલ યૂટ્યૂબ ચેનલને જુઓ અને માણો “વાંસલડી”