ગુજરાતના ડોકટરો માટે ‘DFL સીઝન 8’નું ABC ટ્રસ્ટ અને ડી.એફ.એલ કમિટી દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું
સમગ્ર ગુજરાત રાજ્યમાંથી ડોકટરો ટુર્નામેન્ટ રમવા આવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં વિવિધ ડોકટરોએ સફળતાપૂર્વક ભાગ લીધો હતો
અમદાવાદ,તા.૨૫
આ ટુર્નામેન્ટનું આયોજન ડો. મુન્નાભાઇ શેખ પ્રમુખ, એબીસી ટ્રસ્ટ અને ડો. નિઝામ સૈયદ ડીએફએલ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. એબીસી ટ્રસ્ટના પ્રમુખ ડો. મુન્નાભાઇ શેખ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, “આ ટુર્નામેન્ટનો આયોજન કરવાનો મુખ્ય હેતુ એ હતો કે, વધુમાં વધુ ડોકટરો આવી રમત ગમત જેવી સ્પર્ધાઓમાં ભાગ લે અને સ્વસ્થ જીવનશૈલી સાથે લોકોને જાગૃત કરે તથા તબીબી વ્યવસાયિકો વચ્ચે મિત્રતા ખેલદિલી વિકસે અને સ્પર્ધા સાથે તંદુરસ્ત ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે તે વાત પર ભાર મુક્યો હતો.”
આ ટેનિસ ક્રિકેટ બોલ ટુર્નામેન્ટમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો જેમાં (1) ઓરાલિવ વોરિયર્સ, (2) ફેથ ફાઈટર્સ, (3) ફોનિક્સ સ્ટ્રાઈકર્સ, (4) ધ કિલિંગ મશીન્સ (TKM), (5) પેથોકેર પેન્થર્સ, (6) મેડીક્યોર હોસ્પિટલ, (7) ફીઅરલાઈસ ફાલ્કન્સ, (8) સાથિયાણી XI
આ ટુર્નામેન્ટનો પ્રારંભ 19/01/2025, રવિવારના રોજ રૂદ્રરાજ ક્રિકેટ ગ્રાઉન્ડ, કાનેટી ખાતે થયો હતો. પ્રથમ વખત આ આ ટુર્નામેન્ટમાં ગોલ્ડ અને બ્રોન્ઝ કપ માટે 2 ફાઈનલ રમાઈ છે.
મેડિક્યોર અને સાથિયાણી બ્રોન્ઝ ફાઈનલ માટે રમ્યા હતા અને સાથિયાણીએ 23/02/2025, રવિવારના રોજ બ્રોન્ઝ કપ માટે ચેમ્પિયનશિપ જીતી હતી.
ફિયરલેસ ફાલ્કન્સ અને પેથોકેર ગોલ્ડ માટે રમ્યા હતા અને પેથોકેરે 23/02/2025, રવિવારના રોજ ગોલ્ડ કપ માટે ચેમ્પિયનશિપ જીતી હતી.
સમગ્ર ગુજરાત રાજ્યમાંથી ડોકટરો ટુર્નામેન્ટ રમવા આવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં વિવિધ ડોકટરોએ સફળતાપૂર્વક ભાગ લીધો હતો જેમ કે MBBS, MD, MS, BHMS, BAMS, ફિઝિયોથેરાપિસ્ટ, ડેન્ટિસ્ટ અને યુનાની જેવા બધા જ ફિલ્ડના ડોકટરોએ ભાગ લીધો હતો અને ટુર્નામેન્ટને સફળ બનાવી હતી.