સીએમ સ્ટાલિને ચેન્નાઇમાં મરીના દરિયા કિનારે કરૂણાનિધિ મેમોરિયલથી અન્ના મેમોરિયલ સુધી સરકારી બસમાં મુસાફરી કરી
તમિલનાડુ,
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિનની સરકારને એક વર્ષ પૂર્ણ થયુ છે. આ દરમિયાન સીએમ સ્ટાલિને ચેન્નાઇમાં મરીના દરિયા કિનારે કરૂણાનિધિ મેમોરિયલથી અન્ના મેમોરિયલ સુધી સરકારી બસમાં મુસાફરી કરી હતી.
આ દરમિયાન મુખ્યમંત્રી સ્ટાલિને મુસાફરો સાથે પોતાની સરકાર અને બસ સેવાને લઇને ચર્ચા કરી હતી. સ્ટાલિન પોતાની પાર્ટી ડીએમકેના પ્રમુખ છે. મુથુવેલ કરૂણાનિધિ સ્ટાલિને ગત વર્ષે 7 મેએ સીએમ પદના શપથ લીધા હતા. તે પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા છે. ડીએમકેને તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ભારે જીત મળી હતી.
સીએમને સામે જોઇને કંડક્ટર પણ ચોકી ગયા હતા. સીએમ સ્ટાલિને તેમને મુસાફરોને ટિકિટ આપવાને લઇને સવાલનો જવાબ આપ્યો હતો. સ્ટાલિને જ્યારે પોતાના અને સરકાર વિશે સવાલ કર્યો તો મુસાફર હસી પડ્યા હતા. મુખ્યમંત્રીએ બસ સેવાને લઇને મુસાફરો સાથે તેમના વિચાર જાણ્યા હતા. બસમાં સવાર એક મહિલાએ સીએમ સ્ટાલિનને બસ સેવા અને કેટલાક અન્ય સુધારાને લઇને સૂચન કર્યુ હતુ.
આ માટે સ્ટાલિન નામ રાખ્યુ
તમિલનાડુના નેતા સ્વ. કરૂણાનિધિએ પોતાના દીકરાનું નામ રશિયાના જાણીતા નેતા અને તાનાશાહ જોસેફ સ્ટાલિનના નામ પર રાખ્યુ હતુ. 5 માર્ચ 1953માં સ્ટાલિનનું નિધન થયુ હતુ. તેના ચાર દિવસ પહેલા કરૂણાનિધિના ઘરે પુત્રનો જન્મ થયો હતો. જ્યારે કરૂણાનિધિને ખબર પડી કે સ્ટાલિન નથી રહ્યા તો તેમણે પુત્રનું નામ એમકે સ્ટાલિન રાખ્યુ હતુ.