સીને મેજીકના બેનર હેઠળ હોલી સ્નેહ મિલન એન્ડ એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
(Rizwan Ambaliya)
ભરત શર્મા અને શુભમ શર્મા દ્વારા આયોજિત સીને મેજીક હોલી સ્નેહ મિલન એન્ડ એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના નામાંકિત કલાકારોએ હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહ અને ભાસ્કરભાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જ્યારે ફિલ્મ મહાનુભાવોમાં રાજભા ફિલ્મ્સના પ્રોડ્યુસર રાજેન્દ્ર સિંહ રાઠોડ (રાજભા), વંદન શાહ, શૈલેષ શાહ, આશિષ ગેસાણી, બરકત વઢવાનીયા, દેવ પગલી, કેશવ રાઠોડ, કૌશિકા પરમાર, વર્ષા કુલકર્ણી, વિકાસ વર્મા, જાગૃતિ ઠાકોર, ફાલ્ગુન ઠાકોર, જીગ્નેશ મોદી, ગુણવંત ઠાકોર, નિરવ વાઘેલા, ગર્વિષ્ઠા સિંઘ યાદવ, અંકિત સોની, મીનાક્ષી રાજપરા, શેફાલી ત્રિવેદી જોશી, હિરલ પઢિયાર, બીએમ શ્રીમાળી નજીર મન્સૂરી, રિઝવાન આંબલીયા, જયુભા ઝાલા, સુષ્મા જાદવ, નિરંજન શર્મા, પ્રકૃતિ દેસાઈ, ગીતા કારીયા, હેતવી દવે, ડોક્ટર ઇન્દ્રવદન પરમાર, જૈમીસ ભટ્ટ, ઘનશ્યામ તળાવીયા, રાહુલ કુવેરા, વસીમ સૈયદ, દેવ જોશી, ધ્રુવલ સોદાગર, યામિની જોશી, જીલ જોશી, ભાવેશ શ્રીમાળી, મહેશકુમાર બાજ, પંકજ ખત્રી વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમનું સફળ સંચાલન ઉષા ભાટીયા અને પિયુષ પટેલે કર્યું હતું. આગામી 17 મે 2025 શનિવારના રોજ ફરી એક વાર અમદાવાદ ખાતે સીને મેજિક દ્વારા ધમાકેદાર એવોર્ડ સોનું આયોજન કરવામાં આવશે.