Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

રાજકોટ : ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વિડીયો શૅર કરનાર યુવાનની ધરપકડ કરવામાં આવી

સાયબર ક્રાઈમ પોલીસ સોશ્યલ મિડીયા પર વોચ રાખતી હોય છે જે અન્વયે ફેસબૂક મારફતે ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વિડીયો શૅર કરાયાનું જણાતા આરોપીને તેના મોબાઈલ ચેક કરવા પોલીસ સ્ટેશને રૃબરુ બોલાવાયો હતો.  

રાજકોટ,તા.૩
ડીજીટલ યુગનો સ્વવિકાસથી માંડીને ધંધા-રોજગાર, સરકારી કામકાજ સહિતના હેતુ માટે ઉપયોગ થઈ શકે છે પરંતુ, તે સાથે તેનો અશ્લીલ ફિલ્મો, વિડીયો જાેઈને મનને વિકૃત કરવામાં કે, ફાલતું ક્લીપ જાેઈને ફરી પરત નહીં આવતા કિંમતી સમયને વેડફવામાં પણ થતો હોય છે.

રાજકોટમાં આજે આરોપી સોહીલ ફતાય શેખના મોબાઈલમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વિડીયો બાબતના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સોશ્યલ મિડીયા પર વોચ રાખતી હોય છે જે અન્વયે ફેસબૂક મારફતે ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વિડીયો શૅર કરાયાનું જણાતા આરોપી સોહીલ શેખને તેના મોબાઈલ ચેક કરવા પોલીસ સ્ટેશને રૃબરુ બોલાવાયો હતો. મોબાઈલ ચેક કરતા રિયલ મી મોબાઈલમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના બે વિડીયો મળી આવ્યા હતા. જે અન્વયે આરોપી સામે આઈ.ટી.એક્ટની કલમ ૬૭બી હેઠળ ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી.

વધુમાં તપાસનીશ પી.આઈ. એમ.એ. ઝનકાટે જણાવ્યું કે, આરોપીના મોબાઈલમાં આ વિડીયો ક્યાંથી ડાઉનલોડ કર્યો તે સહિતની વિગતો ચકાસવા માટે મોબાઈલ ફોન એફ.એસ.એલ. (FSL)માં મોકલાયો છે. માત્ર ચાઈલ્ડ નહીં પણ કોઈ પણ પોર્નોગ્રાફીના વિડીયો રાખવા કે, શેર કરવા તે કોગ્નિઝેબલ ગુનો છે.

 

(જી.એન.એસ)