મહિલાને માતાજી આવતા હોવાની વાતનો વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ
દોરા ધાગા બનાવીને તેઓ “વા”નો દુખાવો અને કેન્સર જેવા રોગ મટાડવાની વાત કરતા હતા. ગીર સોમનાથ,ગીર સોમનાથના પ્રભાસ પાટણ પાસેના સોનારીયા ગામના એક મહિલા પોતાને માતાજી આવતા હોવાની વાત કરીને લોકોને દોરા-ધાગા કરી આપતા હતા. પોતાના ઘરમાં નવદુર્ગા માતાજીનુ સ્થાનક…
સુરત : બિલ્ડર ૧૭૬ ફ્લેટધારકો સાથે ઠગાઈ કરીને ભાગી ગયો
રૂ.૧૦ કરોડની લોન લઇ બિલ્ડર રફુચક્કર થતાં ફ્લેટધારકો મુશ્કેલીમાં મુકાયા છે. સુરત,સુરત શહેરના બમરોલીમાં ફ્લેટધારકો સાથે બિલ્ડરે ઠગાઈ કરી હોવાની ઘટના સામે આવી છે. સુરતના બમરોલીમાં ૧૭૬ ફ્લેટધારકો સાથે બિલ્ડરે ઠગાઈ કરી છે. બિલ્ડરે ફ્લેટ પર રૂ.૧૦ કરોડની લોન લીધા…
ટ્રસ્ટીએ શિક્ષિકાને ચાલુ ક્લાસમાં અન્ડર ગારમેન્ટ્સની ભેટ આપી
પેકેટ આપી ટ્રસ્ટીએ તે શિક્ષિકા માટે ખુબ કામનું હોવાનું કહી આ પેકેટની ચીજનો અભિપ્રાય કેબિનમાં આવી આપવા વિનંતી કરી હતી. ભરૂચ, ભરૂચ શહેરની જાણીતી શાળાના ૮૦ વર્ષ આસપાસની ઉંમરના આધેડ ટ્રસ્ટીનું યુવાન શિક્ષિકા ઉપર દિલ આવી જતા ચાલુ ક્લાસમાં અન્ડર…
સુરત : ટામેટાની ચોરી કરનાર તસ્કર ઝડપાયો
ટામેટા ચોરીની ઘટના સીસીટીવી (CCTV)માં પણ કેદ થઈ હતી જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. સુરત,ગુજરાત સહિત દેશમાં ટામેટાંના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ટામેટાંની કિંમત આસમાને પહોંચી ગઈ છે. દેશભરમાં ટામેટા 150થી 200 રૂપિયા પ્રતિ કિલો મળી…
૮ વર્ષની બાળકી દરરોજ ઉંઘમાં ઝંખતી “મને છોડી દો” : હોસ્પિટલ લઈ જતાં દુષ્કર્મની ઘટના સામે આવી
આ કિસ્સો દરેક માતાપિતા માટે લાલબત્તી સમાન છે ગાંધીનગરના ડભાડોમાં રહેતા એક શ્રમજીવી પરિવારની બાળકી સાથે બન્યો બનાવ ગાંધીનગર,ગાંધીનગરના ડભાડોમાં રહેતા એક શ્રમજીવી પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. આ પરિવારની દીકરી રોજ રાતે ઊંઘમા “મને છોડી દો” એવી બૂમો…
વડોદરા પાસે એક ઉંદરે “સ્વરાજ એક્સપ્રેસ” ટ્રેનને ૧૪ મિનિટ અટકાવી દીધી
ટ્રેનમાં અચાનક ફાયર એલાર્મ વાગતાં મુસાફરોના જીવ તાળવે ચોંટયા ઓરિસ્સાના બાલાસોરમાં થયેલા કોરોમંડલ ટ્રેન અકસ્માતની યાદ હજી તાજી જ છે. જેમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે ગુજરાતમાં આવો જ એક મોટો અકસ્માત થતો રહી ગયો. વડોદરા પાસે એક ઉંદરને…
સુરત : અસામાજીક તત્વો સામે પોલીસની લાલ આંખ
ખુલ્લી તલવાર સાથે તોફાન મચાવનારો ઝડપાયો સુરત,શહેરના ઉધના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી અસામાજિક ઈસમોનો ત્રાસ સતત વધી રહ્યો હતો ત્યારે સોશિયલ મીડિયા પર એક સીસીટીવી વાયરલ થયા હતા. જેમાં એક ઈસમ રાત્રીના સમયે બાઈક ઉપર આવીને ખુલ્લી તલવાર સાથે તોફાન…
અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ સુનીતા અગ્રવાલ બન્યા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ
(અમિત પંડ્યા) સોનિયાબેન ગોકાણી બાદ ગુજરાત હાઇકોર્ટને મળ્યા બીજા મહિલા ચીફ જસ્ટિસ અમદાવાદ,તા.૦૬ ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટીસ આશિષ દેસાઈને કેરળ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા, દોઢ વર્ષ સુધી સેવા આપશે. ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂંક માટેની…
સાયબર ક્રાઈમ : ગુજરાતમાં ૧.૫૯ લાખ અરજીઓ સામે માત્ર ૧,૨૩૩ FIR નોંધાઈ
અમદાવાદ,તા.૦૪ગુજરાતમાં સાયબર ક્રાઈમના ગુનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલ ડેટા અનુસાર જાન્યુઆરી, ૨૦૨૦થી ૧૫ મે, ૨૦૨૩ દરમિયાન ગુજરાતીઓએ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ અથવા હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર સાયબર ક્રાઈમ સંબંધિત કુલ…
ગુજરાત રાજ્યમાં ૬ અને ૭ જુલાઈએ અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ૩ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ,તા.૦૩ હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત અને ભરુચમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં જુલાઈ ૬-૭ પછી…